Diwali 2023 Ke Upay: દિવાળીના દિવસે જરૂર ખાજો આ 5 વસ્તુ, થશે આર્થિક પ્રગતિ
ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવાળીના દિવસે સુરણ ખાવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. તે દેશભરના મોટાભાગના ઘરોમાં બનાવવામાં આવે છે. જ્યારે પણ તમે તેને ખાવાનું શરૂ કરો તો તેને પહેલા ભોગ તરીકે ચઢાવો.
દિવાળીના દિવસે બુંદીના લાડુ ખાવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પવનપુત્ર હનુમાનનો જન્મ કારતકની કૃષ્ણ ચતુર્દશીના રોજ થયો હતો. જ્યારે પણ તમે લાડુ ખાવાનું શરૂ કરો તો એ વાતનું ધ્યાન રાખો કે તમે તેને સૌથી પહેલા હનુમાનજીને ચઢાવો.
દિવાળીના દિવસે ઘરે ગોળની ખીર બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગોળની ખીર બનાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરો. ત્યારબાદ તેને ગ્રહણ કરો.
દિવાળીના અવસર પર પંચામૃતનું સેવન કરવું શુભ માનવામાં આવે છે. આ બનાવતી વખતે તેમાં તુલસીના પાન અવશ્ય નાખો. એવું માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે.
દિવાળી પર લોટની લાપસી બનાવવી પણ સારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે ઘરમાં લોટની લાપસી (હલવો) બનાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.
આ વખતે દિવાળીનો તહેવાર 12 નવેમ્બરે ઉજવવામાં આવશે. જ્યારે 11મી નવેમ્બરે દેશભરમાં છોટી દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે દેવી લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરવાથી ઘરમાં આર્થિક અને સામાજિક સમૃદ્ધિ આવે છે.
દિવાળી પહેલા ધનતેરસના તહેવારના દિવસે પણ આ વસ્તુઓનું સેવન કરવું સારું માનવામાં આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)