દિવાળી પહેલા 4 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકો માટે ખુલી જશે ભાગ્યના દરવાજા, ધન-ધાન્યથી ભરાશે ખજાનો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમય-સમય પર ગ્રહ પોતાની ચાલમાં પરિવર્તન કરે છે, જેની અસર સમગ્ર માનવ જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે દિવાળી પહેલા 4 મોટા ગ્રહો પોતાની ચાલમાં ફેરફાર કરશે. જેમાં 9 ઓક્ટોબરે ગુરૂ વક્રી થઈ ગયા છે. તો 10 ઓક્ટોબરે સૂર્ય દેવ હસ્ત નક્ષત્રમાંથી નિકળી ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સાથે બુધ ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે. તો 13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં 4 ગ્રહની ચાલ કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. આ રાશિઓને કરિયર અને કામ-ધંધામાં સફળતા મળી શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
તમારા લોકો માટે દિવાળી પહેલા 4 ગ્રહની ચાલમાં ફેરફાર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી ધનભાવ પર વક્રી થયા છે. તો બુધ તમારી રાશિથી સપ્તમ ભાવમાં સંચરણ કરશે. તેથી આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. વેપારીઓ માટે ધંધાનો વિસ્તાર કરવા અને નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉત્તમ સમય છે. સાથે ભાગીદારીમાં કામ કરવાથી લાભ થઈ શકે છે.
દિવાળી પહેલા 4 ગ્રહોની ચાલમાં ફેરફાર તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી 12માં ભાવમાં વક્રી થયા છે. સાથે બુધ ગ્રહ તમારી રાશિથી પંચમ ભાવમાં સંચરણ કરશે. આ દરમિયાન તમે નાણાની બચત કરવામાં સફળ રહેશો. સાથે તમને સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા જવું હોય તો સફળતા મળી શકે છે. પારિવારિક મતભેદ સમાપ્ત થવાથી સંબંધોમાં મજબૂતી આવશે. આ સમયે તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. સાથે તમારી યોજનાઓમાં સફળતા મળશે.
તમારા લોકો માટે 4 ગ્રહોની ચાલમાં લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિના કર્મ ભાવ પર તો બુધ ગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે. તેથી આ દરમિયાન તમારા કામ-કારોબારમાં પ્રગતિ થશે. સાથે જે લોકો બેરોજગાર છે તેને નોકરી મળી શકે છે. આ સમયે વેપારીઓ પોતાના વેપારનો વિસ્તાર કરી શકે છે. નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.