Diwali Fashion: તહેવારની સિઝનમાં દિવાળીથી ભાઈ બીજ સુધી, અનુસરો આ ફેશન મંત્ર

Fri, 13 Nov 2020-10:33 pm,

આ ખાસ દિવસ માટે તમે ડિઝાઇનર લહેંગા પસંદ કરો. આજકાલ, ભારે લેહેંગાને બદલે લાઇટ અને મોર્ડન લુકવાળા ડિઝાઇનર લહેંગા બજારમાં મળે છે. તેમની કિંમત પણ ખૂબ વધારે હોતી નથી અને દેખાવમાં ખૂબ સારો હોય છે.

ગોવર્ધન પૂજાના પ્રસંગે તમારે થોડો હેવી વર્કવાળો બ્રાઇટ કલરનો શૂટ પહેરવો જોઈએ. આજકાલ લોન્ગ કુર્તી ટ્રેન્ડ કરી રહી છે. તેની સાથે એન્કલ લેન્ચ પેન્ટ્સ (Ankle Length Pants) અથવા સલવાર પણ પહેરી શકાય છે. તેની સાથે મેચ એક દુપટ્ટો પહેરવાનું ભૂલશો નહીં.

રૂપ ચૌદસના દિવસે માન્યતા છે કે, આ દિવસે સવારે વહેલા ઉઠી ઉબટન લગાવ્યા બાદ સ્નાન કરવું જોઇએ. આ દિવસને ખાસ બનાવવા માટે છોકરીઓ ફુલ લેન્થ સ્કર્ટ પહેરવો જોઇએ. ઘેરવાળા ફુલ લેન્થ સ્કર્ટ સાથે મેચિંગ ટોપ અથવા કુર્તો સારા દેખાવ આપે છે.

ભાઈ બીજે તમારા પ્રિય ભાઈને ટિકો કરવાનો શુભ દિવસ હોય છે. આ દિવસ માટે છોકરીઓ ટ્રેડિશનલ ગાઉન અથવા રજપૂતી ડ્રેસ પહેરીને પોતાને આકર્ષક લુક આપી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link