Google Maps પર વધારે પડતો ભરોસો ભારે પડ્યો, ક્યાંક લગ્નની જાન બીજે પહોંચી, તો ક્યાંક મળ્યું મોત

Sun, 11 Apr 2021-7:20 am,

નવી દિલ્હી: મહાનગરીય જીવનમાં ટેક્નોલોજીની આસપાસ ચીજો સમેટાઈ રહી છે. અનેકવાર ટેક્નોલોજી પર આપણે એટલા બધા નિર્ભર થઈ જઈએ છીએ કે જમીની વાસ્તવિકતાને જ નજરઅંદાજ  કરી નાખીએ છીએ. ખાસ કરીને મેમના મામલે. તમે પણ ક્યારેક એવી પરિસ્થિતિનો સામનો કર્યો હશે કે તમારે ઈન્ટરવ્યુ આપવા માટે કોઈ જગ્યાએ જવાનું હોય અને તમે તે જગ્યાને ગૂગલ મેપ પર સેટ કરી દીધી હોય અને નીકળી પડ્યા. પરંતુ સમય પર પહોંચ્યા બાદ તમને ખબર પડે છે કે તમે તો કોઈ  બીજી જગ્યાએ પહોંચી ગયા. આ તો એક નાનું ઉદાહરણ છે. પરંતુ અમે તમને એવા કિસ્સા વિશે જણાવીશું જે અલગ છે. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આ્યો. જ્યારે બીજા કેસમાં જાન કોઈ બીજી જગ્યાએ પહોંચ ગઈ. 

પહેલા સમાચાર ઈન્ડોનેશિયાના છે. વાત જાણે એમ છે કે ઈન્ડોનેશિયામાં ગૂગલ મેપની ભૂલના કારણે એક વરરાજા કોઈ બીજા લગ્ન સમારોહમાં પહોંચી ગયા. મેજબાનોએ ત્યાં મહેમાનોનું સ્વાગત કર્યું અને તેમને નાશ્તો પણ કરાવ્યો. પરિવારના સભ્યો વચ્ચે વાતચીત દરમિયાન સદનસીબે દુલ્હનના પરિવારમાંથી એકને ભૂલનું ભાન થુયં અને કોઈ પણ શરમજનક સ્થિતિમાં મૂકાતા બચી ગયા. ટ્રિબ્યુનલ ન્યૂઝના જણાવ્યાં મુજબ તે દિવસે બે સમારોહ હતા. એક લગ્ન અને બીજો સગાઈનો. એક જ ગામમાં કાર્યક્રમ હોવાના કારણે પણ ભ્રમની સ્થિતિ પેદા થઈ. 

મળતી માહિતી મુજબ આ પરિવારે લગ્નના કાર્યક્રમ સ્થળ એટલે કે સેન્ટ્રલ જાવાના પાકીસ જિલ્લામાં લોસારી હેમલેટ પહોંચવાનું હતું. પરંતુ પરિવાર ગૂગલ મેપની ભૂલના કારણે જેંગકોલ હેમલેટ પહોંચી ગયો. જે લોસારી હેમલેટથી બહુ દૂર નહતો. અહીં દુલ્હીન મારિયા ઉલ્ફા અને તેના ભાવિ પતિ બુરહાન સિદ્દીકીની સગાઈ થવાની હતી. પરંતુ ભૂલથી ત્યાં જેનું લગ્ન હતું તે યુવક પહોંચી ગયો. આ બાજુ જે યુવતીની સગાઈ થવાની હતી તેણે જણાવ્યું કે તે તેને જોઈને ચોંકી ગઈ. કારણ કે ત્યાં પહોંચેલા કોઈ પણ વ્યક્તિને તે જાણતી નહતી. યુવતીએ એમ પણ કહ્યું કે હું ચોંકી ગઈ કારણ કે આ એ છોકરો નહતો જેની સાથે મારી સગાઈ થવાની હતી. 

બીજી ખબર મહારાષ્ટ્રથી છે. અહીં જાન્યુઆરી મહિનામાં ગૂગલ મેપના ભરોસે રહેવું એક વ્યક્તિને એટલું ભારે પડી ગયું કે તેનો જીવ જતો રહ્યો. વાત જાણે એમ છે કે ગૂગલ મેપના ભરોસે તે વ્યક્તિએ ગાડીની સ્પીડ વધારી રાખી હતી. પરંતુ આગળ જતા તે ગાડી સાથે ડેમમાં પડ્યો. ડેમમાં ડૂબવાના કારણે તેનું મોત થઈ ગયું. આ મામલો મહારાષ્ટ્રના અહેમદનગરનો છે. જેમાં ગાડીનો ડ્રાઈવર બે લોકોને લઈને મહારાષ્ટ્રની સૌથી ઊંચી ચોટી કલસુબઈ તરફ આગળ વધી રહ્યો હતો. 

પોલીસે આ મામલે જણાવ્યું કે એ લોકોએ ગૂગલ મેપના સહારે આગળ વધવાનો નિર્ણય લીધો. સામે ઊભું ચઢાણ હતું અને આકરો વળાંક, આથી ડ્રાઈવર ગાડી સંભાળી શક્યો નહી અને વળાંકના કારણે ગાડી સહિત ડેમમાં પડ્યા. અકસ્માતમાં બે લોકોને તો બચાવી લેવાયા પરંતુ એક વ્યક્તિનું મોત થયું. આ બંને ખબરો જણાવવી એટલા માટે જરૂરી છે કારણ કે આપણે ટેક્નોલોજી પર વધુ પડતી નિર્ભરતાથી બેદરકાર બની રહ્યા છીએ. અસાવધ થઈ રહ્યા છીએ. જેના કારણે જીવન ઉપર પણ અસર થઈ રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link