Mahashivratri 2024: મહાશિવરાત્રિના આ 5 શુભ યોગમાં કરી લીધો આ મહાઉપાય, તો જીવનમાં શરુ થશે ધનનો વરસાદ

Thu, 07 Mar 2024-11:53 am,

આ વર્ષે મહાશિવરાત્રી પર શિવ યોગ, સિદ્ધ યોગ, ગજકેસરી યોગ, ધન યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં આ પાંચ યોગને અતિ શુભ ગણવામાં આવ્યા છે તેથી આ દિવસે કેટલાક ઉપાયો કરી લેવાથી પણ વ્યક્તિને વિશેષ લાભ થાય છે. 

જો તમે જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો મહાશિવરાત્રી પર શિવ મંદિરમાં જઈને શિવજીની પૂજા કરો. ત્યારબાદ રાત્રે ફરી શિવ મંદિરમાં જઈને શિવજીની સામે ઘીનો દીવો કરો. 

જો તમે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો શિવરાત્રીના દિવસે બીલીપત્રના ઝાડની નીચે ઉભા રહીને ખીર અને ગાયના ઘીનું દાન કરવું. આ ઉપાય કરવાથી ભગવાન શિવની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને જીવનમાં ભૌતિક સુખ વધે છે.

જાણતા અજાણતા દરેક વ્યક્તિથી પાપ કર્મ થતા હોય છે આ પાપ કર્મોથી મુક્ત થવાનો દિવસ મહાશિવરાત્રી હોય છે. પાપ મુક્તિ માટે શિવરાત્રીના દિવસે ગરીબ કે જરૂરિયાત મંદ વ્યક્તિને ધન અનાજ કે અન્ય વસ્તુઓનો દાન કરવું જોઈએ 

જો દરિદ્રતા તમારો પીછો છોડતી ન હોય તો મહાશિવરાત્રી પર આ ઉપાય કરી લો. મહાશિવરાત્રીની રાત્રે ઘરમાં એક નાનકડું શિવલિંગ બનાવો અને વિધિ વિધાનથી તેનો અભિષેક કરો. ત્યાર પછી શ્રદ્ધાપૂર્વક 108 વખત ઓમ નમઃ શિવાય મંત્ર બોલો. આ રીતે રાત્રે શિવજીની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને જીવનમાં આવેલી સમસ્યાથી મુક્તિ મળે છે. 

જીવનમાં સુખ અને સમૃદ્ધિ સતત વધતા રહે તેવી ઈચ્છા હોય તો ભગવાન શિવને મહાશિવરાત્રી પર તલ અને જવ અર્પણ કરો. સાથે જ 21 બીલીપત્ર ઓમ નમઃ શિવાય લખીને શિવજીને અર્પણ કરો. 

જો તમારા મનમાં કોઈ ઈચ્છા છે અને લાંબા સમયથી તે પૂરી નથી થઈ રહી તો મહાશિવરાત્રીના દિવસે કાળા મરી થોડા કાળા તલ હાથમાં લઈને શિવજીનું પૂજન કરો. પૂજન દરમિયાન આ વસ્તુઓ પણ શિવલિંગને અર્પણ કરો અને પોતાની મનની ઈચ્છા વ્યક્ત કરો. થોડા દિવસોમાં જ મનોકામના પૂર્ણ થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link