આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય રાજ્ય, યાદીમાં ગુજરાત કયા નંબરે તે પણ ખાસ જાણો

Sat, 26 Oct 2024-3:44 pm,

ભારતની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ જે મહારાષ્ટ્રનું કેપિટલ છે તે ભારતનું સૌથી વધુ રાજસ્વ મેળવતું રાજ્ય છે. જેની GDSP 42.67 લાખ કરોડ (FY 2024-25)થી પણ વધુ છે. આ રાજ્યમાં અનેક મલ્ટીનેશનલ કોર્પોરેશન સેન્ટરર, બેંક, શહેરના પોર્ટ અને સ્ટોક એક્સચેન્જ કેન્દ્ર છે. આ ઉપરાંત રાજ્યમાં ઐતિહાસિક ઈમારતો, હરવા ફરવાની જગ્યાઓ પણ છે જે પર્યટકોને આકર્ષે છે. આ શહેર સપનાનું શહેર પણ ગણાય છે. અહીં રોજગારી માટે લોકો દૂર દૂરથી આવે છે. મુંબઈ બોલીવુડ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું કેન્દ્ર છે. જે દેશની અર્થવ્યવસ્થાને વધારવામાં પોતાનું ઘણું યોગદાન આપે છે.   

તમિલનાડુ ભારતના સૌથી અમીર રાજ્યોમાં બીજા સ્થાને આવે છે. જેનું 31.55 લાખ કરોડનું જીડીએસપી યોગદાન છે. દેશના પર્યટન સ્થળોમાં સૌથી પ્રમુખ સ્થળોમાંથી એક છે. રાજ્ય સમુદ્ર કાંઠા, ઊંચા પહાડો, હર્યાભર્યા જંગલો અને અનેક ચીજો માટે દેશવિદેશમાં પ્રખ્યાત છે. અહીંનું કુદરતી સૌંદર્ય તમારું દિલ ખુશ કરી નાખશે. મરીના બીચ, રામેશ્વર મંદિર, મદુરાઈ, ઉટી જેવા સ્તળો પ્રવાસીઓને આકર્ષે છે.   

દેશમાં જ્યારે પણ ફરવાની વાત આવે ત્યારે લોકો નોર્થની સાથે સાથે સાઉથ ફરવા માટે પણ પસંદ કરે છે. અહીંનું કુદરતી સૌંદર્ય, શાનદાર વાસ્તુકળાવાળા મંદિરો, મહેલો, કિલ્લા અને પ્રાચીન સભ્યતામાં ખોદકામ કરાયેલા ખંડેરો જોવા મળશે. સાથે સાથે કર્ણાટકમાં અનેક શહેરો પણ છે જે પોતાની ખાસિયતો ધરાવે છે. જેમ કે બેંગ્લુરુ, મૈસૂર, મેંગલોર, વગેરે, અત્રે જણાવવાનું કે કર્ણાટક રાજ્યની GSDP યોગદાન 28.09 લાખ કરોડ રૂપિયા છે. 

ગુજરાતનું GSDP  યોગદાન 27.9 લાખ કરોડ રૂપિયા છે. અર્થવ્યવસ્થામાં સાથ આપવાની સાથે સાથે પર્યટનમાં પણ ગુજરાત આગળ છે. આ રાજ્યમાં ફરવા માગે એટલું બધુ છે કે એક મહિનો પણ ઓછો પડે. અહીં કુદરતી સૌંદર્યની સાથે સાથે પ્રાચીન ઈમારતો, મંદિરો અને આજની પેઢી માટે એડવાન્સ ચીજો સુદ્ધા દરેક વસ્તુ હાજર છે. 

ઉત્તર પ્રદેશે પણ છેલ્લા કેટલાક સમયથી ઘણો વિકાસ કર્યો છે. આ જ કારણ છે કે તે સમૃદ્ધ 5 રાજ્યોની યાદીમાં આવે છે. રાજ્યનું GSDP યોગદાન 24.99 લાખ કરોડ રૂપિયા છે. એટલું જ નહીં એક રિપોર્ટ આવ્યો હતો કે યુપીના અનેક શહેર ભારતના લોકોની પસંદ છે. કારણ કે અહીં છેલ્લા કેટલાક સમયથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી છે. રાજ્યમાં વારાણસીથી લઈને અયોધ્યા સુધી, પ્રયાગરાજથી લઈ ટુંડે કબાબ માટે ફેમસ લખનઉ શહેર...ફરવા માટે અનેક જગ્યા છે. 

આ થઈ ટોપ 5 રાજ્યોની વાત. પરંતુ ટોપ 10 યાદીમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો પણ આવે છે. દિલ્હીની વાત કરીએ તો તે 13માં નંબર પર આવે છે જેનું GSDP યોગદાર 11.07 લાખ કરોડ છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link