કેમ પ્રોપર્ટી વેચી નાખે છે મસ્ક? દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ પાસે પોતાનું ઘર સુદ્ધા નથી, હવે ટ્રમ્પના ઘરમાં રહે છે
Elon Musk is Donald Trump Guest: જ્યારે પણ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની ચર્ચા થાય તો આપોઆપ જીભ પર એલન મસ્કનું નામ આવી જાય. તેની 30,810 કરોડ ડોલરની સંપત્તિ સામે દેખાવા લાગે છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પાસે ધન દૌલતનો પહાડ છે પરંતુ તેની લાઈફસ્ટાઈલ જોઈને તમે દંગ રહી જશો. અબજપતિ એલન મસ્ક પાસે એટલી સંપત્તિ છે કે જેનાથી તે ઈચ્છે એટલા બંગલા બનાવી શકે છે, મહેલ ખરીદી શકે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પાસે પોતાનું ઘર સુદ્ધા નથી.
અમેરિકી ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ એકવાર ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. ટ્રમ્પની જીતમાં તેમના ખાસ મિત્ર અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કનો ખાસ રોલ છે. જીત બાદ આપેલી સ્પીચમાં ટ્રમ્પે મસ્કનું નામ લેતા તેમને પોતાનો ખાસ મિત્ર અને ફંડર ગણાવ્યાં હતા. બંને વચ્ચે મિત્રતા કઈક એવી છે કે છેલ્લા કેટલાક દિવસથી મસ્ક ટ્રમ્પના ઘરે જ રહે છે.
એલન મસ્ક પહેલા પણ ઘણીવાર જણાવી ચૂક્યા છે કે તેમની પાસે પોતાનું કોઈ ઘર નથી. તેઓ ક્યારેક પોતાના મિત્રોના ઘરે તો ક્યારેક ઓફિસમાં રાત પસાર કરે છે. તેમની પાસે પોતાનું કોઈ કાયમી ઘર નથી. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ પાસે પોતાનું કોઈ પરમેનન્ટ એડ્રસ નથી. તેઓ મિત્રો-દોસ્તોનાઘરે રાત પસા કરે છે. હવે છેલ્લા કેટલાક દિવસથી તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત ઘર પર રહે છે. આવામાં સવાલ એ ઉઠે છે કે આખરે મસ્ક પોતાનું ઘર કેમ ખરીદતા નથી. દૌલતના ઢગલે ઢગલા છે છતાં તેઓ બીજાના ઘરે કેમ રહે છે? કેમ તેઓ પોતાનું પરમેનન્ટ ઘર ઘરીદતા નથી, કેમ તેઓ પોતાની બધી અચલ સંપત્તિઓ વેચી દે છે?
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પાંચ વર્ષ પહેલા મસ્કે પોતાનો સિદ્ધાંત બદલી નાખ્યો. વર્ષ 2020 અગાઉ તેમની પાસે શાનદાર ઘર અને એસ્ટેટ હતા, આલીશાન બંગલા હતા. પરંતુ ત્યારબાદ તેમણે પોતાની અચલ સંપત્તિઓ વેચી નાખવાની જાહેરાત કરી. પોતાના ઘર, ગાડીઓ વેચીને પૈસા કારોબારમાં લગાવવા માંડ્યા. મસ્કે અનેકવાર ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ પોતાની તમામ પ્રોપર્ટીથી આવેલા ફંડનો ઉપયોગ મંગળ પર કોલોની વસાવવામાં કરશે. તેમણે જણાવ્યું કે તેઓ મિનિમલિઝમના સિદ્ધાંતને માને છે.
તેમનું માનવું છે કે એક જ જગ્યાએ રહવાથી તેમની ઉર્જા પ્રભાવિત થાય છે. એલન મસ્કે વર્ષ 2020માં પોતાની 5 રેસિડેન્શિયલ પ્રોપ્રટી વેચી દીધી હતી. હાલમાં જ તેમણે કેલિફોર્નિયાના હિલ્સબોરો સ્થિત પોતાના છેલ્લા ઘરને પણ લગભગ 32 મિલિયન ડોલરમાં વેચી માર્યું અને ભાડાના બે રૂમના મકાનમાં શિફ્ટ થઈ ગયા હતા.
મિનિમલિઝમનો અર્થ છે ઓછામાં ઓછી વસ્તુમાં ગુજરાન ચલાવવું. જો કે તેનો અર્થ એ બિલકુલ નથી કે મિનિમલિઝમ પાસે ઘર કે ગાડી નહીં હોય. આ સિદ્ધાંતને ફોલો કરનારાઓ પાસે ફક્ત જરૂરિયાતની વસ્તુઓ હોય છે. મિનિમલિસ્ટ પોતાની શરતો પર અને પોતાની મરજીથી આવી લાઈફસ્ટાઈલની પસંદગી કરે છે. એ તેના પર નિર્ભર કરે છે કે તેઓ કઈ વસ્તુઓ સાથે રહેવા માંગે છે. ફક્ત મસ્ક જ નહીં પરંતુ દુનિયાના અનેક અબજપતિ મિનિમલિઝમના સિદ્ધાંતને ફોલો કરે છે. દુનિયાના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટ, અમેરિકી અબજપતિ જોન પોલ જોન્સ, અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ જેવા ઉદ્યોગપતિઓ આ સિદ્ધાંત પર પોતાનું જીવન વિતાવે છે.
એલન મસ્કના માતા મેય મસ્કે પણ એકવાર ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ તેઓ મસ્કના ઘરે જાય છે ત્યારે તેમણે જમીન પર સૂવું પડે છે. એલન મસ્કના માતા મેય મસ્કે પણ એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ મસ્કના ઘરમાં જમીન પર ગાદલું નાખીને સૂવે છે. તેમણે કહ્યું કે તેમના પુત્રની દૌલતનો અર્થ એ નથી કે મહેમાનને પણ આલીશાન રહેણી કરણી મળે. તેમણે કહ્યું કે મારે પણ ક્યારેક ગેરેજમાં તો ક્યારેક જમીન પર ગાદલું પાથરીને સૂવું પડે છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ મસ્કના ઘરની તસવીરો સામે આવી હતી. જેને જોઈને તેમના મિનિમલિઝમના સિદ્ધાંતનો અંદાજો લગાવી શકાય. કિચનમાં એક ફ્રીઝ, કોફી મશીન, ખુરશી પર ટેસ્લાના પ્લેડ મોડવાળું જેકેટ લટકેલું છે. લિવિંગ રૂમમાં કોઈ લક્ઝરી આઈટમ નથી.