Diabetes: શું રાત્રે સૂતી વખતે સુકાઈ જાય છે તમારું મોં? હોઈ શકે છે ડાયાબિટીસનો સંકેત
શુષ્ક મોંની સમસ્યાઃ જો તમે રાત્રે સૂતી વખતે સૂકા મોંની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેને અવગણશો નહીં. સુકા મોં અને સૂતી વખતે વધુ પડતી તરસ લાગવી એ ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે.
વધુ પડતો પરસેવોઃ જો તમને એસી કે કૂલરમાં સૂયા પછી વધુ પડતો પરસેવો આવે છે તો તે ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારા બ્લડ શુગર લેવલની તપાસ કરાવવી જોઈએ.
પગમાં કળતરઃ જો રાત્રે સૂતી વખતે પગમાં કળતર થાય અથવા તમારા પગ અચાનક સુન્ન થઈ જાય તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે. વાસ્તવમાં, જ્યારે બ્લડ સુગરનું સ્તર વધે છે, ત્યારે પગમાં કળતર થાય છે.
વધુ પડતો પેશાબ: જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે, ત્યારે રાત્રે વારંવાર પેશાબ થાય છે. આવી સ્થિતિમાં તમારી ઊંઘમાં પણ ખલેલ પડશે. જો તમે રાત્રે વારંવાર પેશાબ કરો છો, તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.