દારૂ પીવાની ટેવ હોય તો જાણી લો, માત્ર લિવર ખરાબ નહીં થાય આ 6 કેન્સરને પણ આપશો આમંત્રણ
દારૂ મોઢાના કેન્સરના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્ટડી જણાવે છે કે જે લોકો દારૂનું સેવન કરે છે, તેમાં આ પ્રકારનો ખતરો ખુબ વધી જાય છે. આ કેન્સર હોંઠ, ગાલ અને જીભ પર વિકસિત થઈ શકે છે.
આલ્કોહોલ પણ ગળાના કેન્સર માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે. આ કેન્સર ગળાના જુદા જુદા ભાગોને અસર કરી શકે છે, જેમ કે લાળ ગ્રંથીઓ અને વોકલ કોર્ડ. આલ્કોહોલના સેવનથી ગળાના કોષો વધુ સંવેદનશીલ બની જાય છે, જેનાથી કેન્સરનું જોખમ વધી જાય છે.
દારૂનું સેવન ભોજનની નળીના કેન્સર સાથે પણ જોડાયેલું છે. સ્ટડીમાં જોવા મળ્યું કે જે લોકો નિયમિતરૂપે દારૂ પીવે છે, તેમાં ભોજનની નળીના કેન્સરનો ખતરો પણ વધુ રહે છે.
આલ્કોહોલનું સેવન મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ વધારી શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ નિયમિતપણે આલ્કોહોલનું સેવન કરે છે તેમને આ પ્રકારનું કેન્સર થવાની શક્યતા વધુ હોય છે.
લિવર કેન્સર દારૂના વધુ સેવન સાથે જોડાયેલું છે. લાંબા સમય સુધી દારૂ પીવાથી લિવરમાં સોજા અને અન્ય સમસ્યાઓ ઉભી થાય છે. જે કેન્સરનું કારણ બની શકે છે.
આલ્કોહોલનું સેવન કોલોરેક્ટલ કેન્સરના વિકાસમાં પણ ફાળો આપી શકે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે જે લોકો આલ્કોહોલનું સેવન કરે છે તેમને આંતરડાના કેન્સરનું જોખમ વધી જાય છે.