વેક્સીનેશનના આ દ્રશ્યો જોઈ આંખોને ઠંડક મળશે, અમદાવાદમાં વેક્સીન લેવા ઉમટ્યા લોકો

Tue, 11 May 2021-11:10 am,

નિકોલની વેકસીનેશન (vaccination) ડ્રાઇવમાં સવારથી જ લોકો પોતાના વાહન સાથે લાઈનમાં ઉભા રહ્યા છે. જે લોકોનું રજિસ્ટ્રેશન ન થયું હોય તેમનું પણ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. 45 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે આ વેક્સીનેશન ડ્રાઈવ શરૂ કરાઈ છે. 

વેક્સીન માટે અમદાવાદ શહેરમાં 3 સ્થળે વેક્સીનેશન ડ્રાઈવ શરૂ કરવામાં છે. આ ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનમાં દિવસ દરમ્યાન 1 હજારથી વધુ લોકો વેક્સીન લેશે તેવો amc નો પ્રયાસ છે. 

તો બીજી તરફ, અમદાવાદની હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સ અને દર્દીઓની લાઈનો પણ ઘટી છે. શહેરમાં ધીમે ધીમે કોરોના સંક્રમણ ઓછું થતું હોવાનું દેખાઈ રહ્યું છે. ધનવંતરી કોવિડ હોસ્પિટલ બહાર કોઈપણ પ્રકારની ભીડ દેખાઈ નથી. હોસ્પિટલ બહાર ખાનગી વાહનો કે દર્દી સાથેની એમ્બ્યુલન્સની લાઈન પણ આજે સવારથી દેખાતી નથી. સવારે 10.30 વાગ્યાની સ્થિતિએ ઓક્સિજન સુવિધા સાથેના 98 અને icu કેટેગરીના 4  બેડ ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલની બહાર જાહેર કરાયું છે.

સાથે જ અમદાવાદ શહેરમાં કોરોના કેસ ઘટવાનો સિલસિલો યથાવત છે. કોરોના કેસ ઘટવાથી નવા માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ ઘટાડો થયો છે. નવા 3 વિસ્તાર જ માઈક્રો કન્ટાઇનમેન્ટમાં મૂકાયા છે. તો અગાઉના 16 વિસ્તારો દૂર કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 119 પર પહોંચી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link