નવી દુનિયા બનાવશે દુબઈ! શહેરની ઉપર બનશે બીજું શહેર, તસવીરો પણ થઈ ગઈ તૈયાર

Tue, 23 Jul 2024-9:26 am,

દુનિયામાં સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા માટે પ્રસિદ્ધ દુબઈમાં આવનારા સમયમાં એક અનોખી ઈમારત બનવા જઈ રહી છે. દુબઈની આર્કિટેક્ચર ફર્મ ZNera સ્પેસે શહેર માટે એક નવા પ્રતીકના રૂપમાં આ સ્કાયપાર્ક બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે.   

જો આ પ્રસ્તાવ મંજૂર થાય છે, તો દૂબઈનું આ નવું લેન્ડમાર્ક બની રહેશે. આ બુર્જ ખલીફાની ચારેતરફ અને 550 મીટર લાંબા રિંગના આકારમાં બનશે. તમે બીજા શબ્દોમાં તેને કહી શકો છો કે, હવામાં બનેલુ એક આધુનિક શહેર. જે જમીનથી 500 મીટર ઉંચાઈ પર બનશે અને તેનો ડાયામીટર 5 કિલોમીટર પહોળો હશે.  

આ શહેરમા સાર્વજનિક, ફાઈનાન્શિયલ અને સાંસ્કૃતિ કાર્યક્રમો માટે જગ્યા બનાવવામાં આવશે. અહી મોટી કંપનીઓ, ઓફિસ માટે વર્ક સ્પેસ, સીઢીવાળા ઘર અને શાનદાર રૂમ હશે. આ એક આધુનિક શહેર બનશે, જ્યાંથી આખા દુબઈનો શાનદાર નજારો જોઈ શકાશે. તેમાં રહેનારા લોકોને સાફ હવા મળશે.  

આ ડાઉનટાઈન સર્કલ પ્રોજેક્ટને બનાવવાનો હેતુ દુબઈમાં અત્યાધુનિક અર્બન સેન્ટર બનાવવાનો છે. તે હકીકતમાં જમીનથી ઉપર ઉંચા પિલર પર ઉભા હશે. જમીનથી ઉપર પિલર બનાવવામા આવશે. જે સ્કાયપાર્કની જેમ એકબીજા સાથે જોડાયેલા હશે. આ સમગ્ર પ્રોજેક્ટ કુદરતી રોશનીથી ઝગમગાતો થશે. ત્યા કેટલાક રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે. આ સ્કાય પાર્ક 3 માળના હશે. ત્રણેયમાં ગ્રીન ઈકો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. 

હવામાં આધુનિક શહેર વસાવવા માટેન આ કોન્સેપ્ટ પર્યાવરણ સંરક્ષણ અને યુઝરને એક નવો અનુભવ આપશે. કાચથી બનાવવામાં આવનાર આ શહેર અંદરથી બંધ રહેશે. જેમાં અંદર પહાડીનો નજારો, રેતીના નજારો, ઝરણં, ડિજીટલ ગુફા, ફળોવાળા વૃક્ષો અને વિવિધ પ્રજાતિના ફુલના પ્લાન્ટ જોવા મળશે. 

આ બિલ્ડીંગમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. હવાને ફિલ્ટર કરવાની પણ વ્યવસ્થા હશે. હવામાં લટકતા આ શહેરમાં લોકોને લઈ જવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. એક છેડેથી બીજા છેડા સુધી જવા માટે આ શહેરમાં પોડ ટેક્સીઓ દોડશે. આ પોડ ટેક્સીઓ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ સાથે રેલ નેટવર્કનો ઉપયોગ નીચલા સ્તરે કરવામાં આવશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link