ગુજરાતના આ ગામના બાળકો મોબાઈલ નેટવર્ક માટે પહાડીઓ પર ભટકે છે, ત્યારે જઈને માંડ ઓનલાઈન અભ્યાસ થાય છે

Wed, 09 Dec 2020-8:00 am,

આ ગામોમાં નેટવર્કની સુવિધાઓ નથી. મોબાઇલ નેટવર્ક નહિ મળતું હોવાથી અનેક વખત લોકો ફોનથી પણ સંપર્કમાં કરી શકતા નથી. આથી બાળકોએ ઓનલાઇન શિક્ષણ માટે આ રીતે પોતાના ઘરથી દૂર જંગલ પહાડ પર ચઢી  ભટકી અને મોબાઇલ નેટવર્ક જ્યાં મળે ત્યાં બેસીને અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે. આવા દ્રશ્યો કપરાડા તાલુકાના લગભગ તમામ ગામના જોવા મળે છે. મહત્વપૂર્ણ એ છે કે ઈમરજન્સીમાં તેઓ પોલીસ કે 108 ને ફોન કરવા પણ આવી જ રીતે જંગલ અને પહાડીઓ પર ભટકવું પડે છે. આથી આ વિસ્તારમાં લોકો અને બાળકો તેમની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર સમક્ષ આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની  સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી સરકાર ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે. જેમાં સરકારની અનેક સેવાઓ ઓનલાઇન થઈ ગઈ છે. જ્યાં ઘરે બેઠા લોકો સરકારની ઓનલાઇન સેવાનો લાભ લઇ શકે છે અને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા નથી. 

જોકે કપરાડા વિસ્તારના લોકોના કરમની કઠણાઈ એ છે કે ડિજિટલ ઇન્ડિયાની વાત તો દૂર રહી. તેઓને એક ફોન કરવા પણ જંગલ જંગલ પહાડી પહાડી ભટકવું પડે છે. આ વિસ્તારના બાળકોને પણ અભ્યાસ માટે પોતાના ઘરથી દૂર જંગલ જંગલ ભટકી અને અભ્યાસ કરવા મજબૂર થવું પડે છે. આથી આ વિસ્તારના બાળકો અને સ્થાનિક લોકોની પીડા સમજી અને આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક ની સુવિધા ઊભી કરવામાં આવે તે જરૂરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link