Rain alert: રમકડાંની જેમ તણાયા વાહન, રોડ-રસ્તા જળમગ્ન, શહેર બન્યા તળાવ, તસવીરોમાં જુઓ વરસાદે સર્જેલી તારાજી

Mon, 10 Jul 2023-7:18 am,

જુલાઈ મહિનાના પહેલા સપ્તાહથી જ દેશના મોટાભાગના રાજ્યોમાં અતિભારે વરસાદ શરુ થયો હતો. ચોમાસાની શરુઆતથી અત્યાર સુધીમાં 243.2 મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય 239.1 મીમી વરસાદ કરતા બે ટકા વધુ છે. અનરાધાર વરસાદના કારણે દિલ્હીના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

વરસાદના કારણે ઉત્તરાખંડમાં ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં સતત થઈ રહેલા વરસાદના કારણે ઠેરઠેર ભુસ્ખલન થયું છે જેના કારણે વાહન, રોડ-રસ્તા, મકાનો ધરાશાયી થયા હતા. અલગ અલગ ઘટનાઓમાં 8 લોકોના મોત પણ થયા હતા. હવામાન વિભાગે અહીં 11-12 જુલાઈએ રાજ્યના ચમોલી, પૌડી, પિથોરાગઢ,  અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ સહિતના શહેરોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

જમ્મુ-કાશ્મીરની ઝેલમ નદી વરસાદના કારણે બેકાંઠે થઈ હતી. જો કે પાણીનું સ્તર ઘટતાં લોકો પર તોળાતું જોખમ ઘટ્યું છે. હવામાન વિભાગ અનુસાર જમ્મુ કાશ્મીરમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. 

પંજાબ અને હરિયાણાના ઘણા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. હવામાન વિભાગના અહીં આગામી દિવસો દરમિયાન પણ વરસાદ થઈ શકે છે. આ બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ઘણા શહેરો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અહીં 14 જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ દેશના મોટાભાગના શહેરોમાં 11 થી 13 જુલાઈ વચ્ચે પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link