PHOTOS: ભારતમાં આ બાઈક ધૂમ મચાવી રહી છે, માત્ર 7 રૂપિયામાં 100 કિલોમીટર સુધી દોડાવી શકો

Sun, 07 Mar 2021-10:30 am,

હૈદરાબાદની વ્હીકલ સ્ટાર્ટ અપ Atumobile પ્રાઈવેટ લિમિટેડે Atum 1.0 ને બનાવી છે. કંપનીનો દાવો છે કે વધતા પ્રદૂષણ અને પેટ્રોલના ભાવ બંનેથી Atum 1.0 ખુબ મોટી રાહત આપશે. 

Atumobile પ્રાઈવેટ લિમિટેડના જણાવ્યાં મુજબ Atum 1.0 ની બેટરી માત્ર 4 કલાકમાં ચાર્જ થઈ જાય છે અને એકવાર ફૂલ ચાર્જ થવા પર 100 કિમી સુધીની મુસાફરી કરી શકાય છે. ફૂલ ચાર્જ થવામાં માત્ર 7-8 રૂપિયાનો જ ખર્ચો આવે છે. કંપની બેટરીની 2 વર્ષની ગેરંટી પણ આપે છે. 

Atum 1.0 ને કંપનીએ અધિકૃત પોર્ટલ atumobile.co દ્વારા બુક કરાવી શકાય છે. લોન્ચિંગ બાદથી અત્યાર સુધીમાં 400થી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે. કંપનીનો દાવો છે કે હવે ડિલિવરીનું  કામ પણ શરૂ થઈ ગયું છે. 

ઈલેક્ટ્રિક બાઈક Atum 1.0  ની બેસ પ્રાઈઝ 50,000 રૂપિયા રાખવામાં આવી છે. તે સંપૂર્ણરીતે સ્વદેશી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બાઈકની ઝડપ ઓછી રાખવામાં આવી છે. Atum 1.0 માં આરામદાયક સીટ, ડિજિટલ ડિસ્પ્લેની સાથે એલઈડી હેડલાઈટ, ઈન્ડીકેટર્સ અને ટેલ લાઈટ પણ અપાઈ છે. 

PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે

Atum 1.0 નો મુકાબલો Revolt ની RV400 બાઈક સાથે થવાનો છે. RV400 સંપૂર્ણ રીતે સ્માર્ટ બાઈક છે અને તમારા ફોન સાથે કનેક્ટ રહે છે. નીકટના સ્વેપ સ્ટેશનની જાણ પણ આ બાઈક આપે છે જ્યાં તમે બેટરી પણ બદલી શકો છો. 

Petrol Price: મોંઘુ પેટ્રોલ ડીઝલ ભૂલી જશો હવે...આ 6 પ્રકારના ફ્યૂલ દોડાવશે તમારી ગાડીઓ સટાસટ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link