વડોદરાવાસીઓએ ગણેશ સ્થાપનાની સાથે આપ્યો ખૂબ સુંદર મેસેજ, જુઓ Pics...

Thu, 05 Sep 2019-12:07 pm,

વડોદરા દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ, પેઇન્ટર તાનાજી ગલીમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષાના સંદેશા સાથે ગ્લોબલ વોર્મિગ દૂર થાય તેવા આશય સાથે આ મંડળ દ્વારા શ્રીજીનું સ્થાપન કરાયું છે. પર્યાવરણની જાળવણી સાથે ગ્લોબલ વોર્મિગને લઈને આવનારા દિવસોમાં તોળાઈ રહેલા જોખમ અંગેનો સંદેશ અનેક ગણેશ ભક્તોને પહોંચે તે માટે 90 દિવસ પહેલા આ મંડળ દ્વારા શ્રીજીના પંડાલની તૈયારી શરૂ કરી દીધી હતી.

દક્ષિણી ફળિયાના આ સાર્વજનિક મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. આખા પંડાલમાં જે સજાવટ કરવામાં આવી છે તે વેસ્ટમાંથી બેસ્ટ એટ્લે કે પેપરમાંથી બનાવવામાં આવી છે. પર્યાવરણ બચાવવા અંગેનો સંદેશ ભક્તો સુધી પહોંચાડવા માટે યુવકો દ્વારા ઓછા ખર્ચે ખૂબ સુંદર આયોજન શ્રીજી સ્થાપના સાથે કરવામાં આવ્યું છે. સ્થાપના મંડપમાં કરાયેલ ડેકોરેશનની વિશેષતા એ છે કે અહીં એક પણ વસ્તુમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયો નથી.

આ ઉપરાંત મંડપમાં રાખેલ ગણેશજીની મૂર્તિ માટીમાંથી બનાવવામાં આવી છે. તો વળી પહાડ, પાણી, પૃથ્વી વિગેરેની બનાવટ પેપર પસ્તીમાંથી કરવામાં આવી છે. આ ડેકોરેશન માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે અંગેની માહિતીનો સમાવેશ કરી તે પ્રમાણે માહિતી દર્શાવતી પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવી છે. આ સમગ્ર ડેકોરેશન રદ્દી પેપર અને વાસની પટ્ટી દ્વારા બનાવાયુ છે. આજે આખા દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની વધી રહ્યું છે જેના કારણે ગરમી, ઠંડી, વરસાદ જરૂરિયાત કરતા વધારે ઓછુ પ્રમાણમાં થઈ રહ્યા છે તેવા સમયે પર્યાવરણનું સંતુલન જાળવવું એ જરૂરી બન્યું છે.

અત્યારના સમયમાં ઔદ્યોગિકરણને કારણે પણ પ્રદુષણ વધી રહ્યું છે. ત્યારે વધતાં જતા પ્રદુષણને કારણે વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધતું જાય છે. પ્રકૃતિ અને પર્યાવરણને કેન્દ્રમાં રાખી આ મંડળ દ્વારા સુંદર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેના દર્શનાર્થે આવતાં ભક્તો પણ પ્રસન્ન થઈ રહ્યા છે. પ્રદુષણને લઈને આવનારા સમયમાં પ્રાણીથી લઈ મનુષ્યના જીવનમાં અનેક સમસ્યાઓ ઉભી થઈ શકે છે.. આ પ્રદુષણને અટકાવવા માટેનો પ્રયાસ દક્ષિણી ફળિયા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યા છે, અહીં દર્શને આવતાં તમામ ભક્તોને પ્રસાદમાં એક બાળ તરુંની પ્રસાદી આપવામાં આવે છે.

ભક્ત વિધ્નહર્તા શ્રીજીના દર્શન કરી બાલ તરૂને પોતાની સાથે ઘરે લઈ જઈ એનું જતન કરે તેવી સમજણ પણ આ મંડળના યુવકો આપી રહ્યા છે..મંડળ દ્વારા ગણેશજીના દર્શનાર્થે આવતાં ભક્તોને વૃક્ષ બચાઓ અને વૃક્ષ વાવો નો સુંદર સંદેશ આપી ગ્લોબલ વોર્મિંગ અટકાવવાનો નોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નો સુંદર પ્રયાસ કરવા આવી રહ્યો છે. પર્યાવરણ બચાવાની સાથે ગ્લોબલ વોર્નીગ અંગેની અસરો અંગેના ડેકોરેશનને જોયા બાદ પર્યાવરણ પ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માનવ સમુદાયને પ્રદુષણ અંગેની સમજ મળે તેવા પ્રકારના ડેકોરેશનને કારણે અહીં દર્શન કરવા આવતાં ભક્તો પણ વૃક્ષને વાવી તેનુ જતન કરવા માટે પ્રેરાઈ રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link