આ દેશમાં સૌથી મોંઘા હોય છે ઈંડા, એક ઈંડુ લેતાં પહેલા પણ સામાન્ય માણસ દસ વાર વિચારે
આ દેશમાં ઈંડાની કિંમત એટલી વધારે છે કે ત્યાંના સામાન્ય લોકો ઈંડા ખાવાનું વિચારી પણ ન શકે. આ દેશમાં ઈંડા કીમતી વસ્તુઓમાં આવે છે. તો ચાલો તમને જણાવીએ આવા દેશ વિશે જ્યાં ઈંડા સૌથી મોંઘા છે.
વર્લ્ડ ઓફ સ્ટેટેસ્ટિક્સે પ્રતિ ક્રેટ ઈંડાના ભાવ ડોલરમાં શેર કર્યા છે. તે અનુસાર દુનિયામાં સૌથી મોંઘા ઈંડા સ્વિટઝરલેંડ તો સૌથી સસ્તા ઈંડા ભારતમાં મળે છે.
સ્વિટઝરલેંડમાં ઈંડા ખરીદવા માટે સૌથી વધુ ખર્ચ કરવો પડે છે. અહીં એક ક્રેટનો ભાવ 7 ડોલર એટલે કે 550 રુપિયા છે.
આ સિવાય ન્યૂઝીલેન્ડમાં 5.43 ડોલર, ડેનમાર્કમાં 4.27, યૂએસમાં 4.31 ડોલરમાં એક ક્રેટ ઈંડા મળે છે. જે ભારતના 350 રૂપિયા જેટલી કિંમત થાય છે.
દુનિયામાં સૌથી સસ્તા ઈંડા ભારતમાં મળે છે. અહીં એક ક્રેટની કિંમત . 94 ડોલર છે એટલે કે 78 રૂપિયા છે. એટલે કે એક ઈંડાના 6 રૂપિયા થાય છે.
આ સિવાય રૂસમાં 1.01 ડોલર, પાકિસ્તાનમાં 1.05 ડોલર, ઈરાનમાં 1.15 ડોલર, બાંગ્લાદેશમાં 1.12 ડોલર એક ક્રેટ ઈંડાના ચુકવવા પડે છે. એટલે કે આ દેશોમાં ઈંડાના પ્રતિ ક્રેટ 100 રૂપિયા ચુકવવા પડે છે.