Speed ના શોખીનો માટે Supercar: 3.5 સેકંડમાં પકડી લેશે 100 કિ.મી.ની સ્પીડ, માત્ર 18 મિનિટમાં થઈ જશે ચાર્જ
ધ હિંદૂ બિઝનેસ મુજબ Kia EV6 ને એક ડેડીકેટેડ પ્લેટફોર્મ પર તૈયાર કરાવામાં આવી છે. આને E-GMP પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ ખાસ ઈલેક્ટ્રોનિક કાર માટે બનેલું છે. આ એજ પ્લેટફોર્મ છે જે Hyundai IONIQ 5 માં ઉપયોગમાં લેવાશે.
Kia EV6 બે ઈલેક્ટ્રિક મોટર્સની મદદથી 577 hp નો જબરદસ્ત પાવર જનરેટ કરે છે. આ એસયૂપી કારને જીરોથી 100ની સ્પીડ કપડવામાં માત્ર 3.5 સેકંડ જ લાગે છે. જો તેના ડાયમેન્શનની વાત કરવામાં આવે તો EV6 ની લંબાઈ 4,680 mm, પહોળાઈ 1,880 mm અને ઉંચાઈ 1,550 mm છે. આ કારનું વ્હીલબેસ 2,900 mm નું છે.
કંપનીએ એવો દાવો કર્યો છેકે, માત્ર 18 થી 20 જ મિનિટમાં આ કાર ચાર્જ થઈ જશે. જેને કારણે ઈલેક્ટ્રોનિક કારમાં સૌથી ઝડપથી ચાર્જ થનારી ગાડીઓમાં આ કારનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ કારમાં 800 વોલ્ટનું ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવ્યું છે. આ કાર માત્ર સાડા ચાર મિનિટના ચાર્જિંગમાં 100 કિ.મી.નું અંતર કાપી શકે છે.
કંપનીના દાવા મુજબ ફૂલ ચાર્જ થયા બાદ આ કારની રેંજ 510 કિ.મી.ની છે. Kia EV6 577 HP નો મેક્સિમ પાવર જનરેટ કરવાની આ કારમાં ક્ષમતા પણ હશે.
કંપનીએ આ ઈલેક્ટ્રીક કાર (Electric Car) Kia EV6 ને ફ્રેબુઆરી 2021 માં લોંચ કરી દીધી હતી. જાણકારી મુજબ કંપની આ બીજી ગાડીઓનું પ્રોડક્શન થોડા જ સમયમાં શરૂ કરી દેવાની છે. ત્યાર બાદ આ કારની ડિલીવરી પણ શરૂ કરી દેવામાં આવશે. હાલ આ ગાડી માટે યૂરોપમાં ખુબ જ ઓર્ડર મળી રહ્યાં છે.