રૂપ રૂપના અંબાર જેવી અભિનેત્રીનો ધડાકો! મને દારૂ પીવડાવી બે જણાએ મારા બધા કપડાં ઉતારીને...

Mon, 16 Sep 2024-4:23 pm,

Bollywood : બોલિવૂડની અભિનેત્રી ગહના વશિષ્ઠ (gehana vasisth) ફરી એકવાર ચર્ચામાં છે. તેણે એક ઈન્ટરવ્યુ આપ્યો અને તેમાં ઘણા આરોપો લગાવ્યા જે ખરેખર ચોંકાવનારા છે. રાજ કુન્દ્રાના (Raj Kundra) પોર્નોગ્રાફી કેસ દરમિયાન લાઈમલાઈટમાં આવેલી અને જેલમાં ગયેલી ગેહાનાએ તે સમયે પણ ઘણા દાવા કર્યા હતા. હવે ફરી મોટા દાવાઓ કર્યા છે. ગહેના વશિષ્ઠએ અનેક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે. ઓટીટી પ્લેટફોર્મ પર ગહેના એક મોટું નામ છે. રાજ કુદ્રા સમયે તે લાઈમ લાઈટમાં આવી હતી. 

ગેહાના વશિષ્ઠે (gehana vasisth) 'દૈનિક ભાસ્કર'ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે એક વ્યક્તિએ તેને કહ્યું કે તે બાલાજી ટેલિફિલ્મ્સના ડિરેક્ટર છે. એ મને ઓડિશન આપવા માટે તેના ઘરે લઈ ગયો. ત્યાં તેઓએ તેણીને દારૂ પીવડાવી અને બળાત્કાર ગુજાર્યો હતો. તેણે ખુલાસો કર્યો કે લોકોએ તેની પાસેથી કામ અપાવવાના નામ પર સેક્સ્યુઅલ ફેવરની માંગણી કરી અને ઘણી વખત તેનું શોષણ પણ કર્યું છે. આપને જણાવી દઇએ કે, ગહના વશિષ્ઠ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની લેટેસ્ટ તસવીર શેર કરતી રહે છે.

ગેહાના વશિષ્ઠે જણાવ્યું કે જ્યારે તેને ખબર પડી કે તેને મેઈનસ્ટ્રીમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ નહીં મળે તો તેણે જીવનનિર્વાહ કરવા માટે બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. આ સિવાય તેમણે હેમા કમિટીના રિપોર્ટ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આવા અહેવાલો પછી હવે લોકો કાર્યસ્થળ પર થઈ રહેલા શોષણ વિશે ખુલીને બોલવા લાગ્યા છે. 2018માં પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવો જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, સીરિઝ 'ગંદી બાત'માં તે એક્ટ્રેસ તરીકે કામ કરી ચૂકી છે

ગેહાના વશિષ્ઠે જણાવ્યું કે તે અભ્યાસમાં સારી હતી. તેણે ITT-JEEમાં 163 રેન્ક મેળવ્યો હતો. તે છત્તીસગઢના એક ગામમાંથી આવે છે. જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તે કેટલાક પ્રોડક્શન હાઉસના નામ જાણતી હતી. આમાં બાલાજી ટેલિફિલ્મ્સ સામેલ હતી. તેણે જણાવ્યું કે તે 2011માં મુંબઈ આવી હતી. તે દરમિયાન તેની મુલાકાત રાજેશ નિરાલા નામની વ્યક્તિ સાથે થઈ હતી. જેને કહ્યું હતું કે તે અભિનેત્રીને કામ આપશે. એટલું જ નહીં, તેને સલમાન ખાનની ફિલ્મમાં રોલ આપવાનું પણ વચન આપવામાં આવ્યું હતું. પછી તે વ્યક્તિ તેમને નિર્માતા પાસે લઈ ગયો. 'ત્યાં તેણે મને એક રૂમમાં ધકેલી દીધો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. નિર્માતાએ મારા પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન મારા કપડા પણ ફાટી ગયા. જ્યારે હું ચીસો પાડવા લાગી ત્યારે તેણે મને છોડી અને હું ત્યાંથી ભાગી ગઈ.  

ગેહાના વશિષ્ઠે વધુમાં જણાવ્યું કે વર્ષ 2012માં તે પ્રવીણ જોહાન નામના વ્યક્તિ સાથે મળી હતી, જેણે પોતાને બાલાજીના ડિરેક્ટર તરીકે ઓળખ આપી હતી. પછી તેણે તેને ઘરે બોલાવી અને કહ્યું કે, 'તમારે ફિલ્મો કરવી હોય તો થોડી ખુલીને કરવી પડશે. તેમણે મને નજીકમાં રાખેલ વાઇન પીવા કહ્યું. જ્યારે મેં ના પાડી તો તેણે કહ્યું કે આ ફિલ્મનો એક સીન છે, જ્યાં તમારે પીવું પડશે. તો જો આ ડેમો છે તો અજમાવી જુઓ. તેણે ચાલાકીથી મને દારૂ પીવડાવ્યો અને જ્યારે હું સંપૂર્ણપણે નશામાં હતી ત્યારે તેને મારી સાથે બળાત્કાર કર્યો. કોઈક રીતે હું ત્યાંથી નીકળી અને ઘરની સામેના ખાડામાં પડી ગઈ. આ પછી કોઈએ તેને ઉપાડીને ઘરે છોડી દીધી અને તેને એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ગેહાના વશિષ્ઠે વધુમાં આરોપ લગાવ્યો કે તેને એક નિર્માતા દ્વારા સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેના કહેવા પ્રમાણે, જ્યારે તે કામ શોધી રહી હતી ત્યારે લોકોએ તેને નિર્દેશક સાંઈ કબીરને મળવાની સલાહ આપી હતી. 'જ્યારે હું તેના ઘરે ગઈ ત્યારે ટેબલ પર દરેક જગ્યાએ દારૂની બોટલો હતી. તે મારી બાજુમાં આવીને બેસી ગયો અને મારી કમર પર હાથ ફેરવવા લાગ્યો. તેને કહ્યું મારી સાથે દોસ્તી કર હું તને હીરોઈન બનાવીશ. પરંતુ મેં મારા મગજનો ઉપયોગ કર્યો અને કહ્યું કે હું ચાવી ભૂલી ગઈ છું, તેથી મારે જવું પડશે. તેણે મને ફરીથી આવવા કહ્યું ત્યારે હું કંઈ બોલ્યા વગર બહાર આવી ગઈ. 

ગેહનાએ એક જાણીતી મ્યુઝિક કંપનીના માલિક અને નિર્માતા પર કાસ્ટિંગ કાઉચનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે તે વ્યક્તિએ મને કહ્યું કે તેને તેની સાથે રૂમમાં આવવું પડશે. ગેહનાએ તેનો ઈરાદો જાણતાની સાથે જ તેની સાથેનો સંપર્ક બંધ કરી દીધો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link