PF ખાતાધારકોને Free માં મળી શકે છે 7 લાખ રૂપિયા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ક્લેમ

Sat, 29 May 2021-9:04 pm,

પહેલાં ઇશ્યોરન્સની રકમ 6 લાખ રૂપિયા હતી, જેને શ્રમ મંત્રી સંતોષ ગંગવારની અધ્યક્ષતાવાળા ઇપીએફઓના સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝએ 9 સપ્ટેમ્બર 2020ના રોજ વધારીને 7 લાખ રૂપિયા કરી દીધો હતો. 

આ યોજના હેઠળ ક્લેમ મેંબર એમ્પ્લોઇના નોમિની દ્વારા એમ્પ્લોઇની બિમારી, દુર્ઘટના અથવા સ્વાભાવિક મૃત્યું થતાં કરવામાં આવે છે. એટલે કે કોઇ કર્મચારીનું કોવિડ 19ના કારણે મોત થાય છે તો તેના પરિજનોને EDLI હેઠળ 7 લાખ રૂપિયા મળી શકે છે. આ કવર તે કર્મચારીઓના પીડિત પરિવારને પણ આપવામાં આવે છે, જેને મૃત્યુંના ઠીક પહેલાં 12 મહિનાની એકથી વધુ સંસ્થાઓમાં નોકરી કરી છે. EPFO એ ઇંશ્યોરન્સનો દાવો કરવા માટે કોઇ સમયસીમા નક્કી કરી નથી. 

આ રકમનો ક્લેમ નોમિની તરફથી પીએફ ખાતાધારકનું મૃત્યું થતાં કવર કરવામાં આવે છે. જો કોઇ નોમિની નથી તો પછી કાનૂની ઉત્તરાધિકારી આ ક્લેમ કરી દેવામાં આવે છે. એટલે કે જો સ્કીમ હેઠળ કોઇ નોમિનેશન થયું નથી તો મૃત કર્મચારીના જીવનસાથી તેની કુવારી બાળકી અને કિશોર પુત્ર તેના લાભાર્થી હોય છે. 

યોજના હેઠળ એક હપ્તો હોય છે. તેના માટે કર્મચારીને કોઇપણ રકમ આપવી પડતી નથી. એટલે કે આ ઇંશ્યોરન્સ કવર સબ્સક્રાઇબરને ફ્રીમાં મળે છે. પીએફ એકાઉન્ટના ખાતા સાથે જ આ લિંક થઇ જાય છે. કોવિડ 19થી થનાર મૃત્યુંના મામલે પણ તેને લઇ શકાય છે. 

કર્મચારીના મોતના નોમિનીને ક્લેમ માટે ફોર્મ-5 IF જમા કરાવવું પડશે, જેને એમ્પ્લોયર વેરિફાય કરે છે. જો એમ્પ્લોયર ઉપલબ્ધ નથી તો પછી ગેઝેટેડ અધિકારી, મેજિસ્ટ્રેટ, ગ્રામ પંચાયતના અધ્યક્ષ અને નગરપાલિકા અથવા જિલ્લા સ્થાનિક બોર્ડ દ્વારા વેરિફાઇ કરવામાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link