ZEE 24 કલાક પર PM મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની Exclusive તસવીરો, બસ સી પ્લેનની જોવાઈ રહી છે રાહ

Fri, 23 Oct 2020-10:58 am,

સી પ્લેનને લઈ હાલ રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ તૈયાર કરી દેવામાં આવ્યું છે. વોટર એરોડ્રામના અંદરના દ્રશ્યો સૌપ્રથમ 24 કલાક પર આપ જોઈ રહ્યાં છે. જેમાં ટિકિટ વિન્ડો, વેઈટિંગ રૂમ, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, લગેજ સ્કેનિંગ મશીન સહિતની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

બે માળના વોટર એરોડ્રામમાં જમણી બાજુથી એન્ટ્રી આપવામાં આવી છે. જ્યાં ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવશે. પ્રવેશની સાથે જ મુસાફરો માટે વેઈટિંગ રૂમમાં ખુરશીઓ અને લગેજ સ્કેનિંગની માટે મશીન મૂકવામાં આવ્યું છે.  

સાથે જ બિલ્ડીંગમાં એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મેડિકલ ઈમરજન્સીની તમામ વ્યવસ્થા કરાઈ છે. જ્યારે કે, બીજા માળ પર વહીવટી કામગીરી માટે અધિકારીઓની બેઠક વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

વેઈટિંગ રૂમની સામે સી પ્લેનની ફ્લોટીંગ જેટ્ટી પર જવા માટે એક્ઝીટ આપવામાં આવી છે. વોટર એરોડ્રામ પર રિવરફન્ટ સાબરમતી અમદાવાદ સાથે gujsail અને civil એવિએશન વિભાગના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર પછી ગુજરાતને સી પ્લેનનું નવું નજરાનું મળવા જઇ રહ્યું છે, જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link