Extra Marital Affairs: બોલિવૂડના આ 5 ટોચના હીરો અફેર કરી છેતરી ચુક્યા છે પત્નીને, લફરાંના કારણે એક હીરોનુ ભાંગ્યું ઘર

Sun, 18 Aug 2024-12:43 pm,

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડાનું નામ આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે. જ્યારે તેમના અફેરની ખબરો સામે આવી તો લોકોને પણ આશ્ચર્ય થયું હતું. ફિલ્મ ડોનમાં સાથે કામ કર્યા પછી પ્રિયંકા અને શાહરૂખ એકબીજાની નજીક આવી ગયા હતા. પ્રિયંકા ચોપડાના કરિયર પર પણ પડી હતી. 

ફિલ્મ ક્રિષ 3 ના શૂટિંગ દરમિયાન ઋત્વિક રોશન અને કંગના રનૌત વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું. આ વાતની ખબર સુજેન ખાનને પડતા તેને ઋત્વિક રોશનને ડિવોર્સ આપી દીધા. ત્યાર પછી કંગના અને ઋત્વિક વચ્ચેની લવ સ્ટોરી પણ ખૂબ ચર્ચામાં અને વિવાદમાં રહી.

પ્રિયંકા ચોપડાનું નામ અક્ષય કુમાર સાથે પણ જોડાઈ ચૂક્યું છે. અક્ષય અને પ્રિયંકાનું અફેર 2003માં સામે આવ્યું હતું. બંનેએ એક પછી એક ત્રણ ફિલ્મો સાથે સાઇન કરી લીધી હતી. તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ટ્વિંકલને પરેશાન કરવા લાગી અને પછી અક્ષય અને પ્રિયંકાએ સાથે કામ કરવાનું બંધ કરી એકબીજાથી દૂર રહેવાનું શરૂ કર્યું. 

લવસ્ટોરીની વાત આવે અને આ જોડીનું નામ ન આવે એવું તો શક્ય જ નથી.. બોલીવુડમાં સૌથી લોકપ્રિય જોડી અમિતાભ બચ્ચન અને રેખાની હતી. જોકે બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીની સાથે ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી પણ જોરદાર હતી. જયા બચ્ચન સાથે લગ્ન પછી પણ અમિતાભ બચ્ચન રેખાને ભૂલી શક્યા નહીં અને તેમની વચ્ચે અફેરની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી. 

સની દેઓલના લગ્ન પૂજા દેઓલ સાથે થઈ ગયા હતા પરંતુ તેમ છતાં તેને ડિમ્પલ કાપડિયા સાથે પ્રેમ થઈ ગયો. તે સમયે ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના અલગ થઈ ચૂક્યા હતા. પરંતુ પરિણિત સની દેઓલ એ વર્ષો સુધી ડિમ્પલ કપાડિયા સાથે સંબંધ રાખ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link