Bollywood Actresses: આ ટોચની 5 અભિનેત્રીઓ પરિણીત એક્ટર્સના પ્રેમમાં હતી પાગલ, પણ એક્ટર્સની પત્ની સામે કંઈ ન ચાલ્યું, ઈંડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ અફેર્સ
બોલીવુડની સુંદર અને સુપરગીટ અભિનેત્રીઓમાંથી એક રીના રોયનું નામ પણ પરિણીત અભિનેતા સાથે જોડાયું હતું. રીના રોય અને શત્રુઘ્ન સિન્હાની લવ સ્ટોરી બોલીવુડમાં આજે પણ ચર્ચાનો વિષય છે.
આજે હોલીવુડમાં પોતાના નામનો ડંકો વગાડતી દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનું નામ બોલીવુડમાં શાહરુખ ખાન સાથેના અફેરના કારણે ચર્ચામાં રહ્યું હતું. ફિલ્મ ડોનનું શૂટિંગ કરતી વખતે શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા એકબીજાની નજીક આવી ગયા હતા. જોકે શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનને આ વાતની ખબર પડી જતા પ્રિયંકા અને કિંગ ખાનના રસ્તા અલગ થઈ ગયા.
બોલીવુડ ક્વિન તરીકે પ્રખ્યાત કંગનાનું નામ બે કલાકાર સાથે જોડાઈ ચૂક્યું છે. ચર્ચાઓ હતી કે કંગના સાથેના અફેરના કારણે જ ઋત્વિક રોશન અને સુઝેનના ડિવોર્સ થયા હતા. આ સિવાય ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયાની સાથે જ કંગનાનું નામ પરિણીત આદિત્ય પંચોલી સાથે પણ જોડાયું હતું.
રાની મુખર્જી અને ગોવિંદાના લવ એફેરની ચર્ચા પણ બોલીવુડની ગલીઓમાં ખૂબ થઈ હતી. ફિલ્મ હદ કરતી આપને ના શૂટિંગ દરમિયાન ગોવિંદા અને રાની મુખર્જી એકબીજાની નજીક આવ્યા તે સમયે ગોવિંદા પરણિત હતો અને બે બાળકોનો પિતા હતો. જોકે રાની મુખર્જી સાથેના અફેરની ખબર સુનિતાને પડી જતા ગોવિંદાને રાની મુખર્જીથી દુર જવું પડ્યું.
દિવંગત અભિનેત્રી શ્રીદેવી પણ લીસ્ટમાં આવે છે. બોલીવુડમાં ખૂબ ઓછા સમયમાં સુપરસ્ટાર બનેલી અભિનેત્રી શ્રીદેવીની પર્સનલ લાઈફ ગોસિપનો વિષય ત્યારે બની ગઈ જ્યારે ચાંદની ફિલ્મ દરમિયાન તે પરિણીત બોની કપૂરના પ્રેમમાં પડી. જોકે લવ અફેર પછી બોની કપૂર એ શ્રીદેવી સાથે લગ્ન પણ કરી લીધા હતા.