February માં આ Tourist Spot પર ફરવા જશો તો તમારી રજાની મજા બમણી થઈ જશે

Wed, 03 Feb 2021-5:13 pm,

સુંદરવનના ઈકો સિસ્ટમને દક્ષિણ એશિયાનું નેચરલ વંડર કેહવામાં આવ છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે 7 નદીયોથી ઘેરાયેલી આ જગ્યા તમને આશ્ચર્યમાં મુકી દેશે. અહીં તમને મોટી સંખ્યામાં બંગાલ ટાઈગર્સ જોવા મળશે.

દાર્જિંલિંગ સ્થિત આ હિલ સ્ટેશન ચાના બગીચાઓ માટે ખૂબ પ્રખ્યાત છે. અહીંનું શાંત અને સુંદર વાતાવરણ સાથે અહીંનું ખાવાનું તમારૂ દિલ જીતી લેશે. અહીં જાઓ તો ટેસ્ટી મોમોસ અને કોશા મૈંગ્શો નામના વ્યંજન ખાવાનું ન ભૂલતા.  

સુંદર તળાવો, વોટર ફોલ અને લીલાછમ પહાડોના કારણે પ્રકૃતિ પ્રેમીઓને આ સ્થળ કોઈ સ્વર્ગથી ઓછું નહીં લાગે. સમુદ્ર તળથી 2000 મીટર ઉપર આવેલું આ હિલ સ્ટેશન ખુબ જ સુંદર છે. ચારો તરફ જંગલો આ જગ્યાની સુંદરતામાં વધારો કરે છે. અહીં સ્ટાર શેપના કોડાઈકલાન તળાવ છે, જ્યાં પહોંચવા માટે રોવિંગ બોટનો સહારો લઈ શકો છો.

દક્ષિણ ભારતના તામિલ નાડુમાં આવેલું યેલગિરી એક સુંદર હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન 14 નાના-નાના ગામોનું સમુહ છે. જે પોતાના આશ્ચર્યજનક બાગો અને લીલી ઘાટીયો માટે પ્રસિદ્ધ છે. અહીં ફરતા ફરતા તમને ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે.  

અદ્ધુત નદિયો અને સુંદર પહાડો માટે પ્રસિદ્ધ મહાબલેશ્વર પશ્ચિમી ઘાટમાં આવેલું સુંદર હિલ સ્ટેશન છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય આ જગ્યાને ખાસ બનાવે છે. આથર્સ પોઈન્ટ જેવા સુંદર લોકેશન અને લિંગમાલા વોટરફોલ તમને અહીંથી પરત નહીં આવવા દેશે.  

સમુદ્ર કિનારે આવેલું આ સ્થળ અત્યારે વરૂણ ધવન અને નતાશા દલાલના કારણે પણ ખૂબ ચર્ચામાં આવ્યું હતું. આ જગ્યા પોતાના પ્રાચીન અને સુંદર દરિયાઓ માટે પ્રચલિત છે. એડવેન્ચર સ્પોર્ટસ, પ્રાચીન કિલ્લા અને સુંદર બંગલાઓ અલીબાગને એક જબરદસ્ત ટૂરસ્ટિ સ્પોટ બનાવે છે.  

રાજસ્થાનની ગોલડન સિટી જૈસલમેરમાં જવા માટે ફેબ્રુઆરી ખૂબ જ સારો સમય છે. શહેરી ભીડથી અલગ રેહવા માટે અને ડેજર્ટ નાઈટની મજા માળવા માટે આ જગ્યા ખૂબ જ સારી છે. શાહી હવેલિયોની રોનક અને રણની વચ્ચો-વચ્ચ એક ડિવસનું કેમ્પિંગ તમને ખાસ અનુભવ આપસે. અહીંના રણમાં તમે ઊંટની સવારીની મજા પણ લઈ શકો છો.  

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં આવેલી તીર્થન વૈલીનું નામ પ્રાચીન તીર્થન નદી પરથી પાડવામાં આવ્યું છે. ઓફબીટ ટ્રાવલર્સ માટે તીર્થન એક પરફેક્ટ ટૂરિસ્ટ સ્પોટ છે. આ જગ્યાની ખાસીયત છે કે તીર્થનના ઘણા વિસ્તારો હજૂ પણ લોકોએ નથી જોયા, એટલે તમે અહીં કઈ નવું એક્સપલોર કરી શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link