ફીફા વિશ્વકપઃ આ છે 5 ઓલ ટાઈમ ફેવરિટ ફુટબોલર્સ
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ પેલેનું આવે છે. તેમણે બ્રાઝીલ માટે રમતા 3 વિશ્વકપ જીત્યા. તેમણે ટીનએજમાં જ ટીમ માટે રમવાનું શરૂ કરી દીધું હતું. 1970માં પેલેનો સ્વર્ણિમ કાળ હતો, આ દરમિયાન તેમણે પોતાના દમ પર ટીમને વિશ્વકપ જીતાવ્યો હતો. તેઓ એકમાત્ર પ્લેયર છે જેણે ટીમને ત્રણ વિશ્વકપ જીતતા જોઈ છે. (વિરાટ અનુષ્કા છવાઇ ગયા...જુઓ VIDEO)
આર્જેન્ટીનાના મહાન ફુટબોલર ડિએગો મારાડોનાનું કેરિયર પણ શાનદાર રહ્યું છે. 1986માં તેમણે પોતાની ટીમ આર્જેન્ટીનાને વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. પરંતુ મારાડોનાનો વિવાદો સાથે પણ નાતો રહ્યો. આર્જેન્ટીનાનું કોચિંગ કરવા પર તેમની આલોચના થતી રહી. આ સાથે ડ્રગ્સના ચક્કરમાં પડીને તેમણે પોતાનું કેરિયર ખરાબ કર્યું, આમ પણ કહેવામાં આવે છે.
બ્રાઝીલના આ સ્ટ્રાઇકરના દમ પર જ ટીમ 1998 અને 2002ના વિશ્વકપમાં ફાઇનલ સુધી પહોંચી હતી. 1994માં જ્યારે બ્રાઝીલે વિશ્વકપ જીત્યો ત્યારે રોનાલ્ડો આ ટીમનો યુવા ચહેરો હતો. તેમણે 2006માં અંતિમ વિશ્વકપ રમ્યો હતો.
1998માં ફ્રાન્સને વિશ્વકપ જીતાડવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો. તેમના કેરિયરની વાત કરતા સમયે તે ઘટનાનો ઉલ્લેખ જરૂર થાઈ છે જ્યારે મેચ દરમિયાન તેમણે ઈટાલીના ફુટબોલર માર્કો મેટરાજીને ટક્કર મારીને પાડી દીધો હતો. આ કારણે તેમનું કેરિયર ખતમ થઈ ગયું હતું. જિદાને હાલમાં રિયલ મૈડ્રિડ ક્લબના કોચ પદથી રાજીનામું આપ્યું છે.
ફોનટેને 1958માં એક ટૂર્નામેન્ટમાં 13 ગોલ કરીને રેકોર્ડ બનાવી દીધો હતો. તેમણે આ કારનામું માત્ર 6 મેચમાં કર્યું હતું.