બાપુના જીવનના આ રસપ્રદ કિસ્સાઓથી સમજો `ફાઈનાન્શિયલ પ્લાનિંગ`ના અચૂક મંત્ર

Fri, 02 Oct 2020-12:15 pm,

મહાત્મા ગાંધી જ્યારે કાયદાનો અભ્યાસ કરવા માટે ઈંગ્લેન્ડ ગયા હતા ત્યારે તેમણે સંપૂર્ણ રીતે પોતાની જાતને જેન્ટલમેન બનાવવાનો નિર્ણય લીધો હતો. લંડનના સૌથી ફેશનેબલ અને મોંઘા દરજી પાસે સૂટ સીવડાવ્યા. ઘડિયાળમાં લગાવવા માટે ભારતથી સોનાની દુલડી ચેન પણ તેમણએ મંગાવી હતી. નાચવા-ગાવાની તાલિમ લીધી. સિલ્કની ટોપી પણ ખરીદી. પરંતુ આ દરમિયાન પણ તેઓ પાઈ પાઈનો હિસાબ રાખતા હતાં. એક દિવસ જ્યારે તેમણે પોતાના ખર્ચા વિશે જોયું તો આભાસ થયો કે એશો આરામની ચીજોમાં ખુબ ખોટો ખર્ચો કરી નાખ્યો. તે જ ઘડીએતેમણે નક્કી કર્યું કે આ બધુ બંધ કરી દેશે. તેઓ રહેવા માટેએક નાના રૂમમાં શિફ્ટ થયા. અવર જવર માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ શરૂ કરી દીધો અને પોતાની જાતે સાદુ અને સસ્તું ભોજન બનાવવા લાગ્યા. 

એકવાર ગાંધીજીનું ધોતિયું ક્યાંકથી ફાટી ગયું હતું. કોઈએ તેમને કહ્યું કે બાપુ તમારું ધોતિયું ફાટી ગયુ છે. ગાંધીજી હસ્યા અને સીધા બાથરૂમમાં ગયા. ત્યાં તેમણે પોતાની ધોતીનો એ ફાટેલો ભાગ છૂપાવી દીધો. પાછા ફર્યા અને તે વ્યક્તિને પૂછ્યું કે હવે બતાવો કે ધોતિયું ક્યાંથી ફાટી ગયું છે.  ગાંધીજીની આ મિતવ્યયતા આપણા જીવનની આજની જરૂરિયાત છે. જ્યારે આપણે BUY 2 GET 1 FREEના ચક્કરમાં જરૂરિયાત કરતા વધુ ખરીદી લઈએ છીએ. ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે આ દુનિયા બધાની જરૂરિયાતો માટે પર્યાપ્ત છે પરંતુ કોઈ એક લાલચી માટે નહીં. 

રોકાણને લઈને હંમેશા લોકો વિચારે છે કે પહેલા થોડા પૈસા ભેગા કરી લઉ અને પછી રોકાણ કરીશ. આમને આમ તેઓ રોકાણ કરી શકતા જ નથી અને જ્યારે કરે છે ત્યારે ખુબ સમય વીતી જાય છે. મહાત્મા ગાંધીએ જ્યારે દેશને આઝાદી અપાવવા માટે લડાઈ શરૂ કરી હતી ત્યારે અચાનક જ તેમની પાછળ આખો દેશ નહતો. તેમણે ધીરે ધીરે એક નાની લડત શરૂ કરી અને લોકો તેમા જોડાતા ગયા અને પછી આ લડતે વિશાળ આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લીધુ. જેણે અંગ્રેજોને દેશમાંથી ખદેડી મૂક્યા.  તમારું રોકાણ નાનું છે કે મોટું તેનો કોઈ અર્થ નથી. તમે શરૂઆત તો કરો...તે મહત્વનું છે. 

સાબરમતી આશ્રમમાં તમામ લોકો એક સાથે રસોડામાં બેસીને ભોજન કરતા હતા અને બધાની સાથે ગાંધીજી પણ ખાતા હતા. ભોજનાલયનો એક નિયમ હતો કે જે પણ ભોજન શરૂ થતા પહેલા ભોજનાલયમાં ન પહોંચે તેમણે તેમના વારા માટે વરંડામાં રાહ જોવી પડતી હતી. કારણ કે ભોજન શરૂ થતા જ રસોડાના બારણા બંધ થઈ જતા હતાં. જેથીકરીને સમયસર ન આવનારા લોકો અંદર ન આવી શકે. એક દિવસ ગાંધીજી પોતે પણ મોડા પડ્યા તો રસોડાના બારણા  બંધ હતાં અને તેઓ બહાર ઊભા રહીને રાહ જોવા લાગ્યા. આ જોઈને એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને બોલ્યો કે બાપુ તમારા માટે શું નિયમ છે, તમે અંદર જઈને ખાઈ લો તો ગાંધીજી બોલ્યા કે અનુશાસનનું પાલન કરવું એ બધાની ફરજ છે તો મારી કેમ નહીં. મેં ભંગ કર્યો હોય તો મારે પણ સજા ભોગવવી જોઈએ. 

ગાંધીજી કહેતા હતા કે જીવનમાં અનુશાસન હશે તો બધુ જ મેળવી શકાશે. આથી જો તમારા જીવનમાં કોઈ નાણાકીય લક્ષ્યાંક હશે તો તેને હાસલ કરવા માટે અનુશાસન જરૂરી છે. જેમ કે જો તમે રોકાણની શરૂઆત કરી છે તો તેને નિયમિતપણે કરતા રહો, પછી ભલે હાલાત ગમે તે હોય રોકાણ ચાલુ રહેવું જોઈએ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link