23 વર્ષ પહેલાં આજના દિવસે થયો હતો પહેલો મોબાઇલ કોલ, જાણો રસપ્રદ વિગતો
ભારતમાં પહેલા મોબાઈલ કોલને 23 વર્ષ થઈ ગયા ગયા છે. 1995માં શરૂ થયેલી આસર્વિસ ભારતના કરોડો લોકો સુધી પહોંચી ગઈ છે. 23 વર્ષ પહેલાં ભારતમાં શરૂ થયેલી આ સફર પીસીઓની લાંબી લાઇનમાંથી નીકળીને દરેક વ્યક્તિના ખિસ્સા સુધી પહોંચી ગઈ છે. જોકે કોણે આ સર્વિસની શરૂઆત કરીને માંડીને એ સમયે એક કોલ કરવા માટે કેટલા પૈસા લાગતા હતા એની વિગતો જાણવાનું રસપ્રદ સાબિત થશે.
1995માં મોબાઇલ ક્રાંતિની શરૂઆત થઈ. હાલમાં ભારત દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું ટેલિકોમ માર્કેટ બની ગયું છે. ભારતમાં મોબાઇલ ફોન યુઝર્સની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે. 31 જુલાઈ, 1995માં પશ્ચિમ બંગના તત્કાલિન મુખ્યમંત્રી જ્યોતિ બાસુએ પહેલીવાર મોબાઇલ કોલ કરીને તત્કાલિન કેન્દ્રિય દૂરસંચાર મંત્રી સુખરામ સાથે વાત કરી હતી.
પહેલો કોલ કોલકાતાથી દિલ્હી વચ્ચે કરવામાં આવ્યો હતો. જ્યોતિ બાસુનો આ કોલ કોલકાતાની રાઇટર્સ બિલ્ડિંગથી નવી દિલ્હી ખાતે આવેલા સંચાર ભવનમાં કરવાાં આવ્યો હતો. ભારતની પહેલી મોબાઇલ ઓપરેટર કંપની મોદી ટેલ્સ્ટ્રા હતી અને એની સર્વિસને મોબાઇલ નેટ (mobile net)ના નામથી ઓળખવામાં આવતી હતી. મોદી ટેલ્સ્ટ્રા એ ભારતના મોદી ગ્રુપ અને ઓસ્ટ્રેલિયાની ટેલિકોમ કંપની ટેલ્સ્ટ્રાનું જોઇન્ટ વેન્ચર હતું. આ કંપની એ 8 કંપનીઓમાંથી એક હતી જેને દેશમાં સેલ્યુલર સર્વિસ પ્રોવાઇડ કરવાનું લાઇસન્સ મળ્યું હતું.
ભારતમાં મોબાઇલ સેવાને વધારે લોકો સુધી પહોંચવામાં સમય લાગ્યો અને એનું કારણ હતું મોંઘા ટેરિફ. શરૂઆતમાં એક આઉટગોઇંગ કોલ માટે 16 રૂ. પ્રતિ મિનિટનો ચાર્જ લાગતો હતો. મોબાઇલ નેટવર્કના શરૂઆતના સમયમાં આઉટગોઇંગ કોલ સિવાય ઇનકમિંગ કોલ માટે પણ પૈસા આપવા પડતા હતા. માનવામાં આવતું હતું કે મોબાઇલ સેવા શરૂ થઈ એના પાંચ વર્ષ પછી મોબાઇલ સબસ્ક્રાઇબર્સની સંખ્યા 50 લાખ સુધી પહોંચી પણ પછી આ સંખ્યામાં અનેકગણો વધારો થયો.
એ પછી 10 વર્ષમાં મોબાઇલ સબસ્કાઇબર્સનો બેસ વધીને 687.71 મિલિયન થઈ ગયો. 1995માં વિદેશ સંચાર નિગમ લિમિટેડે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની ગિફ્ટ ભારતના લોકોને આપી હતી. કંપનીએ દેશમાં ગેટવે ઇન્ટરનેટ એક્સિસ સર્વિસના લોન્ચનું એલાન કર્યું. શરૂઆતમાં આ સેવા ચાર મેટ્રો શહેરમાં આપવામાં આવી હતી.
લોકો ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન્સના આઇ-નેટ મારફતે લીઝ્ડ લાઇન્સ કે ડાયલ-અપ ફેસિલિટી સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા. એ સમયે 250 કલાક માટે 5,000 રૂ. આપવા પડતા હતા જ્યારે કોર્પોરેટ્સ માટે આ ફી 15,000 રૂ. હતી. ટ્રાઇના દાવા પ્રમાણે 2010 સુધી 635 મિલિયન મોબાઇલ ફોન અને વાયરલેસ નંબર સબસ્ક્રાઇબ કરવામાં આવ્યા હતા. જોકે, હવે મોબાઇલનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. 2000ના વર્ષ પછી મોબાઇલ ફોનના કસ્ટમર્સની સંખ્યા વધી છે અને આજે 100 કરોડથી વધારે લોકો આ સર્વિસનો લાભ ઉઠાવી રહ્યા છે.