જમીન પર નહીં હવે પાણીની અંદર ચાલશે આ ટ્રેન, 80 મિનિટની હશે મુસાફરી
ચીનની સરકારે દેશમાં પ્રથમ અંડરવોટર બુલેટ ટ્રેનની નિર્માણ સંબંધી યોજનાને મંજૂરી આપી દીધી છે.
આ સુંરગનું 2005માં પ્રથમ વખત સરકારી પરિવહન યોજનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને યોંગ-ઝૂ રેલવે યોજનાના સંભવના અભ્યાસ નવેમ્બરમાં બીજિંગ દ્વારા મંજૂર કરવામાં આવી હતી.
77 કિમી રેલવે માર્ગની અંદર લગભગ 70.92 કિલોમીટર ટ્રેક બનાવવામાં આવશે, જેમાં પાણીની અંદર 16.2 કિલોમીટરની સુરંગ શામેલ છે.
આ નવા માર્ગ દ્વારા યાત્રી ઝોજિયાંગની રાજઘાની હાંગઝૂ શહેરથી ઝૂશાન સધી માત્ર 80 મિનિટમાં પહોંચી શકે જ્યારે બસથી આ મુસાફરીમાં 4.5 કલાક અને ખાનગી વાહનથી 2.5 કલાક લાગે છે. (ઇનપુટ-આઇએએનએસ/ફાઇલ ફોટો)