આ છે ભારતના 5 અનોખા રેલવે સ્ટેશન, કેટલાક બે રાજ્યોને કરે છે ડિવાઇડ, તો ક્યાં જવા માટે જોઇએ છે Visa
ભવાની મંડી રેલવે સ્ટેશન દિલ્હી-મુંબઈ રેલવે લાઇન પર આવેલું છે. તે બે અલગ-અલગ રાજ્યો સાથે પણ લિંક ધરાવે છે. આ રેલવે સ્ટેશન ખાસ કરીને રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે વહેંચાયેલું છે. બે અલગ-અલગ રાજ્યો વચ્ચે વિભાજિત થવાને કારણે ભવાની મંડી સ્ટેશન પર થોભતી દરેક ટ્રેનનું એન્જિન રાજસ્થાનમાં છે અને કોચ મધ્યપ્રદેશમાં છે. જણાવી દઈએ કે ભવાની મંડી રેલવે સ્ટેશનના એક છેડે રાજસ્થાનનું બોર્ડ લગાવવામાં આવ્યું છે જ્યારે બીજા છેડે મધ્યપ્રદેશનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.
નવાપુર રેલવે સ્ટેશન એ ભારતના સૌથી અનોખા રેલવે સ્ટેશનોમાંનું એક છે. આ સ્ટેશનનો એક ભાગ મહારાષ્ટ્રમાં છે અને બીજો ગુજરાતમાં છે. નવાપુર રેલવે સ્ટેશન વિવિધ રાજ્યોમાં બે ભાગમાં વહેંચાયેલું છે, જ્યાં પ્લેટફોર્મથી બેંચ સુધી મહારાષ્ટ્ર અને ગુજરાત બંને લખેલા છે. સ્ટેશન પર 4 અલગ-અલગ ભાષાઓ 'હિન્દી, અંગ્રેજી, મરાઠી અને ગુજરાતી'માં પણ જાહેરાત કરવામાં આવે છે.
જો તમારે અટારી રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી હોય અથવા સ્ટેશન પર ઉતરવું હોય તો તમારી પાસે વિઝા હોવો જરૂરી છે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર સ્થિત અમૃતસરના અટારી રેલવે સ્ટેશન પર વિઝા વિના જવાની સખત મનાઈ છે. સુરક્ષા દળો 24 કલાક ગતિવિધિ પર નજર રાખવા સ્ટેશન પર હાજર છે. વિઝા વગર પકડાયેલ વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવે છે અને તેને સજા પણ થઈ શકે છે.
ઝારખંડની રાજધાની રાંચીથી ટોરી જતી ટ્રેન પણ અજાણ્યા સ્ટેશન પરથી પસાર થાય છે. અહીં કોઈ સાઈનબોર્ડ દેખાતું નથી. વર્ષ 2011 માં જ્યારે આ સ્ટેશનથી પ્રથમ વખત ટ્રેનો ચલાવવાની શરૂઆત થઈ, ત્યારે રેલવેએ તેનું નામ બદલીને બડકીચંપી કરવાનું વિચાર્યું, પરંતુ સ્થાનિક લોકોના વિરોધને કારણે આ સ્ટેશનનું નામ આપવામાં આવ્યું ન હતું અને ત્યારથી આ સ્ટેશન નામ વગરનું છે.
અન્ય રેલવે સ્ટેશન સંપૂર્ણપણે કાર્યરત છે પરંતુ તેનું કોઈ નામ નથી. બેનમ રેલવે સ્ટેશનનું નિર્માણ વર્ષ 2008માં પશ્ચિમ બંગાળના બર્ધમાનથી 35 કિમી દૂર બાંકુરા-મસાગ્રામ રેલવે લાઇન પર કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સ્ટેશનનું નામ રાયનગર હતું, પરંતુ સ્થાનિક લોકોએ સ્ટેશનનું નામ બદલવા માટે રેલવે બોર્ડને સત્તાવાર ફરિયાદ કરી હતી. જે બાદ નામ બદલાય કે ન બદલાય પરંતુ આ સ્ટેશન પણ નામ વગરનું રહ્યું.