ભારે વરસાદથી મુંબઈ પાણીમાં ડૂબ્યુ, પાડોશી મુલ્ક ગુજરાત માટે પણ છે ભારે વરસાદની ચેતવણી

Mon, 08 Jul 2024-2:03 pm,

મુંબઈમાં મોડીરાતથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મુંબઈ પાણી પાણી થયું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હિંદમાતા, સાયન, ગાંધીમાર્કેટમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. 

મહારાષ્ટ્રના રાયગડ કિલ્લા પરથી પૂરના પાણી જેવો પ્રવાહ વહેતો થતા 30 જેટલા લોકો ફસાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. રાયગડ કિલ્લા પરથી મોટા પ્રમાણમાં વરસાદી પાણી વહી ગયુ હતું. આ જ પ્રવાહમાં 30 જેટલા લોકોએ પોતાનો બચાવ કરવા રેલિંગ પકડી રાખી છે.  

રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો સરેરાશ 23 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 30 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 27 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં 26 ટકા વરસાદ વરસ્યો છે. તો મધ્ય-ઉત્તર ગુજરાતમાં માત્ર 15 ટકા વરસાદ વરસ્યો છે. 

ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વરસ્યું છે. 24 કલાકમાં માત્ર 42 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડના વાપી અને મહેસાણાના જોટાણામાં નોંધપાત્ર વરસાદ થયો. રાજ્યના માત્ર બે તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવ્યો હતો. રાજ્યમાં આજે પણ મધ્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને ભારે વરસાદ આવશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. 

યુપી-બિહાર-મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં ચોમાસાનો વરસાદ રાહતને બદલે આફત બની ગયો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગઈ રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે રસ્તાઓથી લઈને રેલવે ટ્રેક સુધી બધું જ પાણીમાં ડૂબી ગયું છે.

સેન્ટ્રલ રેલ્વે પર કર્જત-ખોપોલી, કસારાથી સીએસએમટી લોકલ ટ્રેનો માત્ર થાણે સુધી દોડી રહી છે અને આગળની ટ્રેનો રદ કરવામાં આવી છે. ભાંડુપ સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મધ્ય રેલવે લાઇનને અસર થઇ છે.

હવામાન વિભાગે આગામી 3-4 દિવસમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 8 જુલાઈથી 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link