Dogs On Car Roof: આ ટીપ્સ ફોલો કરશો તો તમારી કારની ઉપર તો નહીં જ ચઢે પણ આસપાસ પણ નહીં ફરકે કૂતરા
જો તમે કારને ખુલ્લામાં પાર્ક કરો છો તો તેને કવર કરવી જરૂરી છે. કારનું કવર એવું પસંદ કરો જે સ્લીપરી હોય. તેનાથી તમને કોઈ ફરક પડશે નહીં પણ કૂતરાઓ માટે કારની છત પર ચઢવું મુશ્કેલ થઈ જશે.
બજારમાં કાર પ્રોટેક્શન કવર સરળતાથી મળી રહે છે. જેને તમે બેલ્ટની મદદથી કારની છત અથવા બોનેટ પર બાંધી શકો છો. તેની ઉપર તીક્ષ્ણ હુક જોડાયેલા હોય છે જેના કારણે કૂતરા કાર પર ચઢતા નથી. આ કવર ઓનલાઈન 2000 થી 3000 રૂપિયામાં મળે છે.
જો તમે કૂતરાઓને કાર પર ચઢતા અટકાવવા માંગો છો તો તમે તેના માટે પ્લાસ્ટિક સ્પાઇક્સ ખરીદી શકો છો. તેને સરળતાથી કારના કવર પર લગાડી શકાય છે.
જો તમે કારની છત અથવા તેના ટાયર પર કાર સ્પ્રેનો ઉપયોગ કરો છો તો કૂતરા કારની આસપાસ ફરકશે પણ નહીં. નોન-આલ્કોહોલ સ્પ્રે બજારમાં સરળતાથી મળી રહે છે.