Skin Care: 40 ની ઉંમરે પણ સ્કીન રાખવી હોય 25 જેવી તો ખાવાનું શરુ કરો આ વસ્તુઓ
એવોકાડો વિટામિન ઈ, સી અને ઓમેગા-3 સહિતના ગુણોથી ભરપુર છે જે સ્વાસ્થ્ય તેમજ ત્વચા માટે જરૂરી છે. જેના કારણે એવોકાડો ત્વચા માટે સુપરફૂડ ગણાય છે. તમે તેનું સેવન કરવાની સાથે તેને ચહેરા પર લગાવી પણ શકો છો.
પપૈયું ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા વિટામિન અને પોષકતત્વો હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. તેથી તેનું સેવન પણ નિયમિત કરી શકાય છે.
બ્લુબેરીનું સેવન કરવાથી તમારી ત્વચા પર વધતી ઉંમરની અસર દેખાતી નથી. તેને પણ ચહેરા પર લગાવી શકાય છે. તે વિટામિન Aથી ભરપુર હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે.
નટ્સનું સેવન દરરોજ કરવું જોઈએ. કારણ કે દરેક પ્રકારના નટ્સમાં ઓમેગા-3 હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. એટલા માટે તમારે દરરોજ તેનું સેવન કરવું જોઈએ.
લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેથી રોજના આહારમાં તમારે તેનું સેવન કરવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)