આ આગાહીને અવગણતા નહીં, નવા વર્ષની શરૂઆતમાં જ છે મોટો ખતરો! અંબાલાલ પટેલની મોટી આગાહી

Wed, 27 Dec 2023-5:11 pm,

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે. 2023 માં આખું વર્ષ ગુજરાતમાં માવઠાનો માર રહ્યો. ત્યારે હવે 2024 ની શરૂઆત પણ આવી રીતે જ થશે. 2024 માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બરના આસપાસ અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે. 

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 

ક્રિસમસ બાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી છે. ત્યારે વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર ધુમ્મસમય માહોલ જોવા મળ્યો છે. જો કે ડિસેમ્બરમાં પડતી ઠંડી કરતા આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. આવામાં હવામાન વિભાગે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર ન થવાને લઈ આગાહી કરી છે. 

અંબાલાલ પટેલે ચેતવણી આપી કે, હાલ 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતભરમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. પરંતું 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે. 

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચથી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત છે. આગામી દિવસોમાં બે દિવસ તાપમાન યથાવત રહેશે. ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો હશે. હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યાં છે. આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થશે. અમદાવાદમાં 15.5, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે. તેથી કચ્છ અને જામનગરમા વીજળી સાથે વરસાદની શક્યતા છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે. 

અંબાલાલ પટેલે આગાહી સાથે આ જિલ્લાના લોકોને ચેતવણી આપતા જણાવ્યું કે, જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન રહેશે. જયારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link