આપત્તિ આવે કે દુર્ઘટના બને, એક મિનિટ પણ રાહ જોયા વગર પહોંચી જાય છે RAF
આ ફોર્સ મુખ્યત્વે દેશના કોઈપણ વિસ્તાર કે રાજ્યમાં થતા તોફાનો હુલ્લડો અને કાયદો અને વ્યવસ્થા કથળી હોય તે પરિસ્થિતિને ઓછા બળ પ્રયોગ દ્વારા કાબૂમાં લઇ લે તેવી તેની ક્ષમતા છે.
આ ફોર્સનો દેશના દરેક રાજ્યમાં થતી ચૂંટણીમાં, આંદોલનો, રથયાત્રા, ગણેશ વિસર્જન, મહોરમ, તાજિયા સહિતના તહેવારોમાં મદદ લેવામાં આવે છે.
આ ફોર્સની ખાસિયત એ છે કે, આવી પરિસ્થિતિમાં ખૂબ જ ઓછા સમયમાં પોતાની જવાબદારી સ્વીકારી કાયદો અને વ્યવસ્થા ફરી સુસ્થાપિત કરવામાં નિષ્ણાત છે.
RAF ની કુલ દેશમાં 15 બટાલિયન છે, જેમાં એક ગુજરાતમાં પણ સ્થાઈ છે.
RAF જાટ આંદોલન મરાઠા આંદોલન, પાટીદાર, ખેડૂત આંદોલન, NRC અને CAA ની સાથે કોવિડ 19ની મહામારીમાં પણ પોલીસ સાથે રહીને ઉલ્લેખનીય કામગીરી કરે છે.