અનોખી મિત્રતા! એક મિત્રએ દુનિયામાંથી વિદાય લીધી, તો બીજાએ તેને ભગવાન બનાવીને પૂજ્યો

Sun, 04 Aug 2024-2:11 pm,

આજે ફ્રેન્ડશીપ ડે, મિત્રતા માટે કહેવત છે કે મિત્ર હોય તો ઢાલ સારીખો હોય દુઃખ માં હંમેશા સાથે આપે, કૃષ્ણ અને સુદામાની મિત્રતાને ઇતિહાસમાં આજે પણ યાદ કરવામાં આવે છે. આવી જ એક મિત્રતા જેતપુરમાં પાંગરી હતી. એક મિત્રએ ફાની દુનિયામાંથી વિદાય લીધી અને બીજો એને આજે ભગવાનની જેમ પૂજે છે. 

જેતપુરની સોનાપુરીમાં આવેલા એક સ્મશાનમાં રોજ ચંદુભાઈ નામના વ્યક્તિ એક મૂર્તિ સામે ઉભા રહે છે, તેને હાર પહેરાવે, હાથ જોડે અને પછી થોડી વાતો કરે. ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરતા દેખાય છે તે કોઈ ભગવાન નથી કે માતાજી નથી. પરંતુ તે છે તેના જીગરજાન મિત્ર વિશાલ છે, જેનું હુલામણું નામ અપ્પુ હતું. તે વર્ષ 2002 માં મૃત્યુ પામ્યાહતા. ભાવનગરમાં એક જ દિવસે જન્મેલા બે લોકોમાં એક ચંદુલાલ મકવાણા ને બીજો વિશાલ જોગરાણા એટલે અપ્પુ.  

બંનેની મિત્રતાની વાત કરીએ તો બંને મિત્રનો જન્મ એક જ દિવસે થયો હતો. તારીખ 29-12-1981 એ બંનેનો જન્મ દિવસ. બંનેની મિત્રતાની શરૂઆતની કોઈ ચોક્કસ અને ખાસ ના હતી. નાનપણમાં રમતા રમતા એકબીજાનો પડછાયો બન્યા. 24 કલાક સાથે રહેતા આ બંનેની મિત્રતા ને જાણે કે કોઈ ગ્રહણ લાગ્યું હોય તેમ અચાનક જ વિશાલે અપ્પુ આ દુનિયામાંથી વિદાય લઇ લીધી.

સમય હતો વર્ષ 2002 નો વિશાલ એ દિવસે એકલો બગદાણા બાપા સીતારામના દર્શન માટે ગયો અને રસ્તા માં જ એક ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો અને મૃત્યુ પામ્યો. ત્યારે પોતાના મિત્રના નિધનથી વ્યથિત થયેલ ચંદુભાઈને હવે પોતાનું શહેર ભાવનગર જાણે કે સૂમસાન લાગતું હતું, જાણે કે આ શહેર સાથે તમામ જાતના સબંધો પોતાના મિત્રના મૃત્યુ સાથે મૃત્યુ પામ્યા હતા, આ શોક થી વ્યથિત ચંદુલાલ ભાવનગર આવીને જેતપુરમાં વસવાટ કર્યો.

જોકે, શહેર બદલવા છતાં પણ તેને તો તેનો મિત્ર તેની સાથે હોય તેવો ભાસ છે, દરેક કામમાં તેનો મિત્ર તેના દરેક કામ માં સાથે જ હોય તેવું લાગે છે, જે કામ તેનાથી શક્ય ના હોય તે તેના દિગવંત મિત્રના પ્રભાવથી થતું હોય તેવું બનવા લાગ્યું. પોતાના આ દિગવંત મિત્રને કાયમ પોતાન દિલ અને સમાજ માં જીવંત રાખવા માટે ચંદુભાઈએ પોતાન ધંધાને તેના મિત્રના અપ્પુ નામથી ચલાવે છે, સાથે સાથે દિવગંત મિત્ર અપ્પુના નામથી મકાનનું નામ, ધંધાનું નામ અને તમામ જગ્યાએ આ અપ્પુનું નામ જોડી ધીધુ છે.

હજુ પણ ચંદુભાઈને લાગ્યું કે અપ્પુ યાદ કાયમ રહે તે માટે કંઈક કરવું જોઈએ, એ મનમાં વિચાર આવતા તેઓએ વિશાલની મૂર્તિ જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી, અને કાયમ માટે તેને જીવંત બનાવી દીધો,

હવે રોજ ચંદુભાઈ સવાર પડે અને ઘરેથી સીધા સ્મશાને પહોંચે છે અને પોતાના મિત્રની મૂર્તિ પાસે જાય અને તેને હાર પહેરાવે અને પોતાના સુખ અને દુઃખ ની તેની સાથે વાતો કરે, ચંદુભાઈ માટે તો રોજ ફ્રેન્ડશીપ દિવસ રોજ પોતાન દિગવંત મિત્રને મળે અને જાણે કે સાક્ષાત હોય તેમ વાતો કરે.

કદાચ અહીં તેની મિત્રની વાતો માટે શબ્દો ટૂંકા પડે, બસ એટલું જ કહી શકાય કે બંને મિત્રો ને આજના દિવસે નહિ પણ હરહંમેશ માટે હૅપ્પી ફ્રેન્ડશીપ ડે. આજના કળયુગમાં મતલબ જ મિત્રતા ત્યારે ચંદુભાઈ ની તેના મિત્ર માટે ની આસ્થા અને તેની મિત્રતા જોઈને કોઈને પણ ઈર્ષા થાય તે ચોક્કસ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link