અંબાલાલ બાદ હવે પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો, ચોમાસું ગયુ નથી, આ તારીખે રાહ જોજો

Paresh Goswami Prediction : હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આપી આગાહી, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતાં 27 ટકાથી વધારે નોંધાયો વરસાદ,  આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું કે, રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય થઇ નથી 

આગાહીકાર પરેશ ગોસ્વામીના આગાહી

1/4
image

હાવ ગુજરાતમાં ભાદરવાનો તાપ વરસી રહ્યો છે અને વરસાદ ગાયબ થયો છે. ત્યારે લોકો ચર્ચા કરી રહ્યાં છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને હવે વરસાદ નહિ આવે. ત્યારે આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય નથી થઈ. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે.   

તો ક્યારે આવશે વરસાદ 

2/4
image

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. પરંતું બાદમાં પાકિસ્તાનમાં બનેલુ સાઇક્લોન ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી. હાલ તાપમાન 10 સપ્ટેમ્બરથી ઉંચુ આવ્યુ છે. 30 ડિગ્રીથી વધીને 32થી 35 ડિગ્રી અલગ અલગ વિસ્તારમાં નોંધાયું છે. પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે. બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા છે. 24 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. 4થી 5 દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે. 

હવામાન વિભાગની આગાહી

3/4
image

હવામાન વિભાગની આગાહી, આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની ગુજરાતમાં આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં આવનારા 7 દિવસમાં સુકું વાતાવરણ રહેશે. ગુજરાત રીજિયનમાં 1107mm વરસાદ નોંધાયો છે. એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વરસાદ વધારે નોંધાયો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ આવી શકે છે. આજના દિવસે 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે.   

અંબાલાલ પટેલની આગાહી 

4/4
image

અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા 19 થી 22 સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે. 26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે. આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે. 16 મી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ 18 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે. ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.