સાઉથથી બોલીવુડ સુધી આ ફિલ્મોએ ખાલી કર્યા મેકર્સના ખિસ્સા, બજેટ સાંભળીને ઉડી જશે હોશ

Sun, 10 Jul 2022-4:48 pm,

વર્ષ 2022 ના પહેલા છ મહિના વિતી ચૂક્યા છે. આ અડધા વર્ષમાં ઘણી શાનદાર ફિલ્મો દર્શકોને મળી. આવનારા બીજા છ મહિનામાં પણ ધમાકેદાર પસાર થવાના છે. બોલીવુડ અને સાઉથની કેટલીક બિગ બજેટ ફિલ્મ લાઈનમાં ઉભી છે. જે થિયેટરોમાં આવતા જ ધમાલ મચાવી શકે છે. આ ફિલ્મોમાં મણિરત્નમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પોન્નિયિન સેલ્વનથી લઇને સુપરસ્ટાર સલમાન ખાનની ટાઈગર 3 સુધીના નામ છે. જેમને બનાવવામાં મેકર્સે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે.

સુપરસ્ટાર ચિયાન વિક્રમ, કાર્થી, એશ્વર્યા રાય બચ્ચન અને એક્ટ્રેસ તૃષા સ્ટારર નિર્દેશક મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન આ લિસ્ટમાં ટોપ પર છે. ફિલ્મ બનાવવા માટે મેકર્સે પૂરા 500 કરોડ રૂપિયા લગાવ્યા છે.

લિસ્ટમાં બીજા નંબર પર સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનોન સ્ટારર ફિલ્મ આદિપુરૂષ છે. જેને તાન્હાજી ફેમ નિર્દેશક ઓમ રાઉત બનાવી રહ્યા છે. આ ફિલ્મને પણ બનાવવામાં નિર્માતાઓએ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કેફ સ્ટારર નિર્દેશક મનીષ શર્માની ફિલ્મ વર્ષ 2023 સુધીમાં સ્લિવર સ્કરીન પર આવી જશે. આ ફિલ્મને બનાવવામાં નિર્માતાઓએ 400 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રને કરણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શન હેઠલ બનાવવામાં આવી છે. આ ફિલ્મને બનાવવામાં મેકર્સે 300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર સ્ટારર નિર્દેશક અલી અબ્બાસ ઝફરની અપકમિંગ ફિલ્મ બડે મિયા છોટે મિયા પણ આ લિસ્ટમાં સામેલ છે. સમાચાર છે કકે આ ફિલ્મ બનાવવામાં મેકર્સે 280 કરોડ રૂપિયાનું બજેટ બનાવ્યું છે.

સુપરસ્ટાર શાહરૂખ ખાન સ્ટારર નિર્દેશક સિદ્ધાર્થ આનંદની મચઅવેટેડ ફિલ્મ પણ બિગ બજેટની લિસ્ટમાં સામેલલ છે. આ ફિલ્મને બનાવવામાં મેકર્સે લગભગ 250 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

વિક્રમ બ્લોકબસ્ટર થતા જ તમિલ સુપરસ્ટાર કમલ હસન તેમની અધૂરી ફિલ્મ ઇન્ડિયન 2 ની શૂટિંગ પૂર્ણ કરશે. આ ફિલ્મને નિર્દેશક શંકર બનાવી રહ્યા છે. ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર નિર્દેસક અદ્વૈત ચંદનની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પણ એક બિગ બજેટ ફિલ્મ છે. આ ફિલ્મ બનાવવામાં મેકર્સને 180 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

સુપરસ્ટાર રણબીર કપૂર અને વાણી કપૂર સ્ટારર નિર્દેશક કરણ મલ્હોત્રાની ફિલ્મ શમશેરા પણ એક બિગ બજેટ ફિલ્મ છે. તેને બનાવવામાં મેકર્સે 150 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link