આ ગામોના નામ છે વિચિત્ર અને હાસ્યાસ્પદ, બોલવામાં આવતી હશે શરમ અને લખવામાં પણ સંકોચ...

Wed, 25 Dec 2024-7:27 pm,

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જયાં અનેક રાજ્યો, શહેર અને સેંકડો ગામડાઓ છે. આપણા દેશના ગામડાઓના નામ મોટાભાગે તે વિસ્તારની માન્યતાઓ, ભાષાઓ, સભ્યતા અને સંસ્કૃતિને દર્શાવે છે. જો કે, ઘણીવાર આ નામ એટલા અનોખા અને ફની હોય છે કે સાંભળનારને હસી આવી જાય છે. આજે અમે તમને ભારતના આવા જ કેટલાક ગામો વિશે જણાવીશું, જેમના નામ ખૂબ જ વિચિત્ર અને હાસ્યાસ્પદ છે. કેટલીકવાર આ નામો લોકોને ગંદા પણ લાગી શકે છે.

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના હયાતનગર તાલુકાના એક ગામનું નામ છે ટટ્ટી ખાના! આ અનોખું નામ સાંભળીને લોકો હેરાન થઈ જાય છે. હવે વિચારો, આ ગામના રહેવાસીઓ જ્યારે પોતાનું સરનામું કહેશે ત્યારે તેમની સ્થિતિ કેટલી વિચિત્ર હશે!

હવે આ નામ પર વિચાર કરો. ઝારખંડની રાજધાની રાંચીમાં એક જગ્યા છે જેનું નામ છે ચુટિયા. હિન્દીમાં તેનું નામ સામાન્ય લાગે છે, પરંતુ જ્યારે તેને અંગ્રેજીમાં લખવામાં કે વાંચવામાં આવશે ત્યારે તે ગાળ (અશ્લીલ) જેવી સમજાશે. લોકો ઘણીવાર તેનો સાચો ઉચ્ચાર પણ કરી શકતા નથી. આ નામ સાંભળીને ઘણા લોકો હસી પડે છે, પરંતુ સ્થાનિક લોકો માટે આ તેમની ઓળખનો એક ભાગ છે.

હિમાચલ પ્રદેશમાં એક નાનકડું ગામ છે જેનું નામ પૂપ છે. અંગ્રેજીમાં "poop" નો અર્થ મળ થાય છે, અને કેટલીક જગ્યાએ તેને "pooh" પણ કહેવામાં આવે છે, જે ગાળ જેવું લાગી શકે છે. જો કે, આ નામ હોવા છતાં આ ગામ તેના સુંદર અખરોટના બગીચા અને દ્રાક્ષાના બગીચા માટે પ્રખ્યાત છે. આ નામ સાંભળીને તમને ચોક્કસ અજીબ જરૂર લાગશે, પરંતુ આ જગ્યા તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતી છે.

ઝારખંડના હજારીબાગ જિલ્લામાં એક ગામ છે જેનું ના દારૂ છે. જો કે, આ નામ પરથી એવું લાગે છે કે ગામમાં દારૂ જ દારૂ હશે, પરંતુ એવું નથી. આ ગામનું નામ દારૂ સાથે જોડાયેલું નથી, પરંતુ તે સ્થાનિક ભાષા અથવા સાંસ્કૃતિક સંદર્ભમાંથી લેવામાં આવ્યું હોઈ શકે છે. આ ગામમાં દરેક જગ્યાએ દારૂ નથી મળતો અને તે માત્ર નામના કારણે જ ચર્ચામાં આવે છે. તેથી, ભલે નામ થોડું વિચિત્ર લાગે. પરંતુ આ ગામ તેની પોતાની વિશેષતાઓ અને સંસ્કૃતિમાં વ્યસ્ત છે.

આ ગામને અપશબ્દ ગણવું કે પ્રાણી? કર્ણાટક રાજ્યમાં એક ગામ છે, તેનું નામ કુટ્ટા છે. પરંતુ તેને અંગ્રેજીમાં જે રીતે લખવામાં આવે છે, તો તેને લોકો 'કુત્તા' જ સમજશે.

પનૌતી શબ્દનો અર્થ થાય છે "બદકિસ્મત" અથવા "અશુભ" અને ભારતમાં એક ગામ છે જેનું નામ પનૌતી છે. આ ગામ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં આવેલું છે. આ ગામનું નામ સાંભળીને જ લોકોને એવું લાગશે કે અહીંના લોકો કોઈ પ્રકારના બદકિસ્મતનો સામનો કરી રહ્યા હશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link