Ganesh chaturthi: ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ તુલસીના પાન સામેલ ન કરો, જાણો કારણ
ભગવાન ગણેશના પૂજનમાં ભૂલીને પણ તુલસીના પાંદડાનો ઉપયોગ કર્યો તો તમે પાપમાં ભાગીદાર બની શકો છો.
ગણેશ જીને અક્ષત, ફૂલ, દૂર્વા અને મોદક ચઢાવવામાં આવે છે. પરંતુ ભૂલમાં પણ તુલસી ન ચઢાવવી જોઈએ.
પૌરાણિક હિન્દુ માન્યતાઓ અનુસાર તુલસીએ ભગવાન ગણેશને શ્રાપ આપ્યો હતો.
પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન ગણેશ ગંગા નદીના ઘાટ પર ધ્યાનમાં હતા. આ વચ્ચે ત્યાં તુલવી દેવી પહોંચ્યા અને તેમની નજર ગણેશ જી પર પડી.
તુલસીને ભગવાન ગણેશ પસંદ આવ્યા અને તેણે ગણેશ જીને લગ્ન કરવાનો પ્રસ્તાવ આપ્યો. ગણેશ જીએ આ પ્રસ્તાવ નકારી દીધો.
તેના પર તુલસીને ગુસ્સો આવ્યો અને તેણે ભગવાન ગણેશને શ્રાપ આપ્યો કે તેમના બે લગ્ન થશે.
શિવ મહાપુરાણ અનુસાર ભગવાન ગણેશની રિદ્ધિ અને સિદ્ધિ બે પત્નીઓ હતી. સાથે તેમાં બાપ્પાના બે બાળકો શુભ અને લાભનો પણ ઉલ્લેખ જોવા મળે છે.
આ કારણે ત્યારથી લઈને અત્યાર સુધી ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો પ્રયોગ કરવામાં આવતો નથી.