Ganga Vilas Cruise: 18 લગ્ઝરી સુઈટ અને 3,200 કિલોમીટરની સફર, જુઓ ક્રૂઝની અંદરના Photos
પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીને બે ભેટ આપી છે. પહેલી ભેટ ગંગા વિલાસ ક્રૂઝ અને બીજી 5 સ્ટાર ટેન્ટસિટી. જેનું પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું છે. ગંગા વિલાસ ક્રૂઝ દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા પર નીકળ્યું છે. આ દરમિયાન એ 3200 કિલોમીટરની સફર કરશે. એ વારાણસીથી આસામના ડિબ્રુગઢ સુધી જશે.
દેશની સૌથી મોટી નદી યાત્રા માટે એર ઈન્ડિયાના વિમાનથી વારાણસી પહોંચેલા સ્વિસ પર્યટકોના દળનું સ્વાગત એરપોર્ટ પર ધોબિયા નૃત્ય સાથે કરાયું. જે બાદ બાબતપુરથી લગ્ઝરી વાહનથી પર્યટકોને રામનગર સ્થિત પોર્ટ પર લઈ જવાયા. ત્યાંથી પર્યટકોએ ક્રુઝની મુસાફરી શરૂ કરી. આ સ્વિસ મહેમાન ગંગા વિલાસ ક્રુઝથી દેશની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા પર નિકળ્યું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને જળ પરિવહન મંત્રી પણ હાજર રહ્યા. લગભગ 3200 કિલોમીટરની નદી યાત્રાને નરેન્દ્ર મોદીએ આજે ગંગા વિલાસ ક્રુઝને વર્ચ્યુઅલી લીલીઝંડી દેખાડીને રવાના કર્યું. જે બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ ક્રૂઝ જ્યાંથી પસાર થશે ત્યાં વિકાસની નવી લાઇન બનાવશે. શહેરો વચ્ચે લાંબી રિવર ક્રૂઝની યાત્રા ઉપરાંત અમે નાના ક્રૂઝને પણ પ્રોત્સાહન આપીશું. આ માટે દેશમાં તમામ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. માતા ગંગાની ગોદમાં નવી ટેન્ટસિટી કાશી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને એક નવો અનુભવ આપશે.
51 દિવસ સુધી ક્રુઝ 3200 કિલોમીટરના સફરમાં સ્વિસ નાગરિકોને કાશીથી અસમના ડિબ્રૂગઢ સુધી યાત્રા કરશે. 18 રૂમવાળા આ ક્રૂઝમાં સારી લક્ઝરીયસ સુખ-સુવિધા છે. જે કોઈ ફાઈવ સ્ટાર હોટેલથી કમ નથી. ભારતમાં જળ પરિવહનની આ સૌથી લાંબી અને રોમાંચકારી રિવર ક્રૂઝ યાત્રા છે.
ગંગા વિલાસ ક્રુઝમાં જિમ, સ્પા સેન્ટર, લેક્ચર હાઉસ, લાઈબ્રેરી છે. 40 ક્રુ મેમ્બર પણ ક્રુઝમાં સવાર લોકોને તમામ સુવિદાઓ ઉપલબ્ધ કરાવવા માટે હાજર રહેશે. ગંગા વિલાસ ક્રુઝમાં મુસાફરોને ફાઈવ સ્ટાર હોટલથી પણ વધુ સુવિધાઓ મળશે. આ જહાજને ખાસ કરીને વારાણસી અને ગંગા બેલ્ટના ધાર્મિક પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ડિઝાઈન કરાયું છે.
ક્રુઝ ઉચ્ચ ટેક્નોલોજીવાળી સુરક્ષા, સીસીટીવી નિગરાણી અને પૂર્ણ લક્ઝરી સુવિધાઓથી પણ સુસજ્જિત છે. યાત્રા કંટાળાજનક ન લાગે એટલે ક્રુઝ પર સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ, જિમ વગેરે સુવિધાઓ પણ હશે. જર્મનીના પર્યટક સિલ્વિયાએ કહ્યું કે વારાણસી નદીની સવારીના માધ્યમથી આ એક અવિશ્વસનિય અનુભવ થઈ રહ્યો છે અને ગંગા નદીની યાત્રા માટે તેઓ ઉત્સાહિત છે.
ક્રુઝની સવારી માટે તમારે દરરોજનું 50,000 ભાડું આપવું પડશે. એટલે કે એક વ્યક્તિ જો 51 દિવસની મુસાફરી કરે તો તેણે 25 લાખ રૂપિયા ખર્ચવા પડશે. તે વારાણસીથી લઈને કોલકાતા સુધી એક તરફની સવારી કે વારાણસીથી ડિબ્રુગઢ સુધીની મુસાફરી કરાવશે.
પર્યટક આ ક્રુઝને વેબસાઈટના માધ્યમથી બુક કરી શકે છે. પરંતુ શરૂઆતમાં માંગ ખુબ વધુ છે અને જહાજ એક વર્ષમાં પાંચ મુસાફરી કરશે.
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે દેશના ગૌરવશાળી વારસા અને એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના લઈને ગંગા વિલાસ પર્યટકોને આપણી સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓની સાથે સાથે 'નવા ભારત'નું પણ અવલોકન કરાવશે.