ચહેરાના અણગમતા વાળથી મેળવવી છે મુક્તિ? તો બધી ઝંઝટ છોડો અને અજમાવો આ ઘરગથ્થુ નુસખા
ચોખાનો લોટ તમારા ચહેરાના વાળ દૂર કરવામાં મદદ કરી શકે છે. તેના માટે ચોખાના લોટમાં દહીં મિક્સ કરો અને હવે આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ માટે લગાવો. ત્યારપછી ચહેરો સાફ કરો. તેનો ઉપયોગ નિયમિત કરવાથી વાળ દુર થવા લાગે છે.
મધ તમને ચહેરાના અણગમતા વાળથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. તેના માટે ચહેરા પર મધ અને લીંબુનું મિશ્રણ ચહેરા પર 30 મિનિટ માટે લગાવો અને પછી ચહેરો ધોઈ લો.
ચણાનો લોટ અને હળદર પણ ત્વચાના વાળને દુર કરવાનું કામ કરે છે. તેના માટે એક ચમચી ચણાના લોટમાં એક ચપટી હળદર મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. તે સુકાઈ જાય પછી હળવા હાથે તેને રગળી અને કાઢો.
પપૈયું તમને ચહેરાના વાળ દૂર કરવામાં મદદ કરી શકે છે. તેના માટે પપૈયાની પેસ્ટ બનાવો અને તેમાં 3 ચપટી હળદર ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે હાથ ભીના કરી આ પેસ્ટને મસાજ કરતાં કરતાં કાઢો.
ચહેરાના અણગમતા વાળ દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરવો સૌથી બેસ્ટ છે. તેના માટે એક ચમચી ખાંડમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરો. આ ત્રણેયને સારી રીતે મિક્સ તેમાં થોડું પાણી ઉમેરી તેને ગરમ કરી ચાસણી બનાવી લો. તે ઠંડી થઈ જાય એટલે તેને ચહેરા પર લગાવો અને પછી વાળની ઊંધી દિશામાં હાથથી તેને રગળી અને કાઢો.