1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમ

Thu, 07 Jan 2021-5:47 pm,

The Economic Times માં છપાયેલા એક સમાચાર અનુસાર જ્વેલર્સને ડર છે કે સરકારી એજન્સીઓ Prevention of Money Laundering Act (PMLA) લાગૂ થયા બાદ કોઇપણ પ્રકારના શંકાસ્પદ ટ્રાંજેક્શન પર કડકાઇ વર્તી શકે છે. 

હવે ઇન્ટરનેટ વિના થશે Digital Payment! અવાજ બનશે પાસવર્ડ

હાલ ગોલ્ડને બાદ કરતાં તમામ અસેટ ક્લાસમાં લેણદેણ માટે KYC ડોક્યૂમેન્ટ ફરજિયાત છે. જ્યારે સોનાના મામલે 2 લાખ રૂપિયાથી વધુની લેણદેણ પર KYC ડોક્યૂમેંસ જરૂરી હોય છે, તેનાથી ઓછી ખરીદી પર KYC જરૂરી નથી. સરકાર સોનાને પણ શેર, મ્યૂચૂલ ફંડ્સ અને રિયલ એસ્ટેટ જેવા અસેટ ક્લાસની માફક જ બનાવવા માંગે છે.  60 તોલા સોનું, ત્રણ મકાનની માલકિન 20 વર્ષથી હતી કેદ, 8 ફૂટ વધી ગયા'તા વાળ

Business daily ના અનુસાર સરકાર સોનાને એક અસેટ ક્લાસ બનાવવા માટે જલદી જ એક વિસ્તૃત ગોલ્ડ પોલિસી (Comprehensive Gold Policy) લઇને આવવાની છે. તેનો અર્થ એ થયો કે સોનું હવે ‘undisclosed treasure’ની કેટેગરીમાં આવશે નહી, જેને તમે બીજાથી છુપાવી શકો છો પરંતુ એક લકસરી અને રોકાણ તરીકે જોવામા6 આવશે. ભારતમાં વાર્ષિક 800-850 ટન સોનાની ખપત છે.   

ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે પીએમએલએ હેઠળ તે જ્વેલર્સ જે સોનું, ચાંદી, પ્લેટિનમ, હીરા જેવી કિંમતી ધાતુઓના બિઝનેસમાં છે. તેમને ફાઇનાશિયલ ઇંટેલિજન્સ યૂનિટને રિપોર્ટ કરવો પડશે. એટલે જ્વેલર્સને તમામ સંદિગ્ધ લેણદેણ, કેશ ખરીદીનું રિપોર્ટિંગ કરવાનું હોય છે. જોકે આવી ખરીદીની વેલ્યૂ એક મહિનામાં 10 લાખ રૂપિયાથી વધુ છે તો તેની જાણકારી તેમને સરકારી એજન્સીને આપવી પડે છે. 

ગત વર્ષે 28 ડિસેમ્બરના રોજ ગોલ્ડ ટ્રેડને PMLA હેઠળ લાવવામાં આવ્યો હતો. સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે જો ઓથોરિટીને કોઇપણ પ્રકારની ચૂક સમજાય છે તો જ્વેલર્સની પણ ધરપકડ થઇ શકે છે. એટલા માટે ઘણા જ્વેલર્સએ KYC ડોક્યૂમેંટ્સ લેવાનું શરૂ કરી દીધું છે. જોકે ગ્રાહક KYC આપવાની મનાઇ કરી દીધી છે. જેના લીધે કંફ્યૂઝન પણ થઇ રહ્યું છે.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link