Gold Rate: કસ્ટમ ડ્યુટી ઘટતા સોનું જબરદસ્ત તૂટ્યું, અત્યારે ખરીદી લેવું કે હજું રાહ જોવી? ખાસ જાણો એક્સપર્ટનો મત

Thu, 25 Jul 2024-12:57 pm,

સોનાના ભાવમાં છ હજાર રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. આવામાં જો આવનારી તહેવારી સીઝન માટે ખરીદી  કરવા માંગતા હોવ કે પછી લગ્ન જેવા પ્રસંગો માટે રોકાણ કરવા માટે આ સારો સમય કહી શકાય કારણ કે સોનામાં આગામી સમયમાં જલદી મજબૂતી જોવા મળી શકે છે. 

મંગળવારે રજૂ થયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કિમતી ધાતુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં ભારે ઘટાડો કર્યો. બજેટ પહેલા સોના અને ચાંદીના બાર પર પહેલા 15 ટકા કસ્ટમ ડ્યુટી લાગતી હતી જે હવે 6 ટકા કરવામાં આવી. એ જ રીતે ગોલ્ડ અને સિલ્વર ડોરે ઉપર આયાત ડ્યુટી 14.35 ટકાથી ઘટાડીને 5.35 ટકા કરવામાં આવી. પ્લેટિનમની કસ્ટમ ટ્યુટી પણ 6.4 ટકા કરી. 

નાણામંત્રીએ કસ્ટમ ડ્યુટી પર  ઘટાડાની જાહેરાત કરતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો. ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક્સપર્ટ્સનું કહેવું છે કે સોના અને ચાંદીના ભાવ ઘટવાના કારણે ગ્રાહકોને હવે સસ્તું સોનું મળશે. એક તોલા પર લગભગ 6300 રૂપિયા સુધી બચત કરી શકાશે. 

કોમોડિટીઝ એન્ડ કરન્સી ડિપાર્ટમેન્ટના પ્રોડક્ટ હેડ અનુજ ગુપ્તાનું કહેવું છે કે ઘરેલુ વાયદા બજાર કે શરાફા બજારમાં ભાવોમાં હાલ જે કમી જોવા મળી છે તે એક અસ્થાયી અસર છે. વૈશ્વિક સ્તર પર ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો તણાવ બીજા વિસ્તારોમાં ફેળાવવો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ચિંતાઓ કાયમ છે. 

તેમનું માનીએ તો અમેરિકામાં વ્યાજ દરોમાં કાપની સંભાવના અને ચીનની અર્થવ્યવસ્થામાં જોવા મળી રહેલી સુસ્તી કેટલાક એવા કારણો છે જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનું મજબૂત થઈ શકે છે. 

બીજી બાજુ ઓલ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન કૂચા મહાજની દિલ્હી, ચાંદની ચોકના ચેરમેન યોગેશ સિંઘલે કહ્યું કે કેન્દ્રીય બજેટની જાહેરાતમાં સોના, ચાંદી અને પ્લેટિનમની કસ્ટમ ટ્યુટી ઘટવાથી હવે ગેરકાયદેસર લેવડદેવડ પર લગામ લાગશે. આ સાથે જ તસ્કરીનો રોકવામાં પણ મદદ મળશે. 

ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અન્ય જાણકારોનું કહેવું છે કે કિમતી ધાતુના ભાવ ઘટવાથી માંગ વધશે. લોકો ઝડપથી સોનું અને ચાંદી ખરીદશે. તેનાથી ઈન્ડસ્ટ્રીમાં ઉછાળો આવવાની શક્યતા છે. આ ઉપરાંત વેચાણ વધવાથી સોનાનો વેપાર કરતી કંપનીઓને પણ લાભ થશે. 

સોના અને ચાંદી તથા પ્લેટિનમ જેવી મોંઘી ધાતુઓ પરથી કસ્ટમ ટ્યુટીમાં કાપ કરવાની જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીની લાંબા સમયથી માંગણી હતી. પહેલા આ ધાતુઓ પર કસ્ટમ ટ્યુટી 15 ટકા જેટલી લાગતી હતી. 

સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે ભારતમાં સોના અને ચાંદીના ભાવોએ રેકોર્ડ સ્તરે  પહોંચેલા જોવા મળ્યા હતા. સોનાના ભાવ 2024ની શરૂઆતમાં 63,870 થી વધીને લગભગ 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે કસ્ટમ ટ્યુટીમાં ઘટાડો થવાથી હવે કિંમતોમાં નરમાઈ આવવા લાગી છે. 

સરકારના આ નિર્ણયથી જે મહિલાઓ સોના-ચાંદી ખરીદવા માટે લાંબા સમયથી ભાવ ઘટાડાની રાહ જોતી હતી તેમની પાસે સોનું ખરીદવા માટે એક ઉત્તમ તક છે. સોના ચાંદી સસ્તા થવાથી વધુ ફાયદો લગ્ન વગેરે માટે થતી ખરીદીમાં થશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link