Gold Price: સોનું ખરીદવાની સોનેરી તક, 3000 રૂપિયાનો ઘટાડો, નહી મળે ફરી આવો મોકો
)
Gold Price Today: કિંમતી ધાતુ સોનાની કિંમતમાં સતત ઘટાડો ચાલી રહ્યો છે. શુક્રવારે પણ મેટલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પોતાના એક અઠવાડિયાના નીચલા સ્તર પર આવી ગયું છે. ભારતીય વાયદા બજારમાં સોનું લગભગ 200 રૂપિયા સસ્તું થયું હતું. સવારે 10 વાગ્યાની આસપાસ તેમાં 100થી વધુના ઘટાડા સાથે 71,466 લેવલ પર ટ્રેડ થઇ રહ્યું હતું.
)
જો આપણે આ સમગ્ર સપ્તાહના ઘટાડાને જોઈએ તો એમસીએક્સ પર સોનું 74,300ના રેકોર્ડ હાઈથી રૂ. 2800થી વધુ ઘટ્યું છે. જોકે આજે ચાંદીમાં તેજી જોવા મળી હતી. ચાંદી રૂ.400થી વધુ રૂ.90,888ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. છેલ્લા કારોબારમાં તે 90,437 પર ક્લોઝિંગ થઇ હતી.
)
ગ્લોબલ માર્કેટમાં ગુરૂવારે સોનું પોતાના એક અઠવાડિયાના નીચલ સ્તર પર હતું. આ વર્ષે અત્યાર સુધી સ્પોટ ગોલ્ડમાં 14 ટકાની તેજી આવી છે અને આ 2,449.89 ડોલરના રેકોર્ડ હાઇને સ્પર્શ્યું છે. પરંતુ યૂએસ ફેડ તરફથી વ્યાજ દરમાં ઘટાડો ન થવાના ડર અને વધારાની આશંકાથી સોનામાં આ અઠવાડિયે સતત ઘટાડો જોવા મળ્યો છે. ગુરૂવારે સ્પોટ ગોલ્ડમાં 2.1 ટકાનો મોટો ઘટાડો આવ્યો છે.
ચીન તરફથી સોનાની માંગ વધી ગઈ છે. બીજી કેન્દ્રીય બેન્કો પણ પીળી ધાતુને ખરીદી રહી છે. અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદર ઘટાડવાની આશા છે.
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે.
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેના દાગીના બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.