Gold Price: અક્ષય તૃતિયા પર ફક્ત ₹1 ખરીદી શકો છો 24 કેરેટ સોનું, જાણો ક્યાં અને કેવી રીતે?

Fri, 10 May 2024-1:16 pm,

Gold-Silver Price Update: અક્ષય તૃતિયા પર સોનાની ખરીદીને શુભ ગણવામાં આવે છે. પરંતુ આજકાલ સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. સોની બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ (Gold Rate) ₹71,500 સુધી પહોંચી ગયો છે. પરંતુ તમે 1 રૂપિયામાં 24 કેરેટ સોનાની ખરીદી શકો છો. અહીં કેટલાક ઓપ્શન બતાવવામાં આવ્યા છે. જ્યાં ફક્ત 1 રૂપિયામાં 24 કેરેટ સોનાની ખરીદી કરી શકાય છે. 

1 રૂપિયામાં સોનાની ખરીદી કરવા માટે તમારે કોઇ ઝ્વેલરીની દુકાન પર જવાની જરૂર નથી, પરંતુ તમે ઘરેબેઠા ડિજિટલ રીતે ગોલ્ડ ખરીદી શકો છો. જોકે તમે વધુ સોનું ખરીદવા માંગો છો તો તમારા પર નિર્ભર છે. ડિજિટલ ગોલ્ડનો ભાવ (Digital Gold Rate), સોની બજારની કિંમત જેટલો જ હોય છે. આ સોનું ડિજિટલ રીતે તમારા વોલેટમાં જમા કરવામાં આવે છે, જેને ગમે ત્યારે ખરીદી વેચી શકો છો. 

ભારતમાં MMTC-PAMP India Pvt. Ltd, Augmont Gold Ltd  જેવી કંપનીઓ ડિજિટલ ગોલ્ડ ખરીદવાનો વિકલ્પ આપે છે. આ ઉપરાંત ગૂગલ પે (Google Pay) અને ફોનપે (PhonePe) જેવી પોપુલર એપ્સ દ્વારા પણ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકો છો. ત્યારબાદ તમે તેને જ્યારે ઇચ્છો ત્યારે વેચી શકો છો. વેચ્યા બાદ રિટર્ન તમારા એકાઉન્ટમાં મોકલવામાં આવશે.  

જો તમે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવા જઈ રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સોનાનું હોલમાર્કિંગ ચેક કરવું જોઈએ. ઉપરાંત, BIS કેર એપ્લિકેશન પર HUID નંબર દાખલ કરીને, તમે તે સોનાની શુદ્ધતા, જ્વેલર્સની વિગતો અને અન્ય વસ્તુઓ વિશે માહિતી મેળવી શકો છો. આ સિવાય જ્વેલર્સની દુકાનો પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડનો લોગો ચેક કરવો જોઈએ.

સોની બજારમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 71500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો બીજી તરફ 22 કેરેટ ગોલ્ડની કિંમત 65,500 રૂપિયાપ રતિ 10 ગ્રામ છે. 750 પ્યોરિટી સોનું બુલિયન માર્કેટમાં 53718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત 585 પ્યોરિટીનું સોનું 41900 પ્રતિ 10 ગ્રામમાં મળી રહ્યું છે.  

વિદેશી બજારોની વાત કરીએ તો ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. આંકડા અનુસાર કોમેક્સ પર ગોલ્ડ ફ્યૂચરની કિંમત 19 ડોલર પ્રતિ ઓંસની તેજી સાથે 2,359.30 ડોલર પ્રતિ ઓંસ પર કારોબર કરી રહ્યું છે. તો બીજી તરફ ગોલ્ડ સ્પોટની કિંમત 6.65 ડોલર પ્રતિ ઓંસ જોવા મળી રહી છે અને રેટ 2,352.98 પ્રતિ ઓંસ પર આવી ગયો છે. તો બીજી તરફ યૂરોપીય બજારમાં ગોલ્ડના ભાવમાં લગભગ 9 યૂરો પ્રતિ ઓંસની તેજી જોવા મળી રહી હતી. હાલના સમયમાં ગોલ્ડના ભાવ 2,183.33 યૂરો પ્રતિ ઓંસ પર આવી ગયા છે. બ્રિટનમાં ગોલ્ડની કિંમત 6.37 પાઉન્ડ પ્રતિ ઓંસની તેજી સાથે 1,879.83 પાઉન્ડ પ્રતિ ઓંસ પર કારોબાર કરી રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link