ખબર છે..!!! તમિલનાડુમાં પણ છે એક Golden Temple, મોદીએ સંભળાવ્યો કિસ્સો

Wed, 10 Apr 2024-2:42 pm,

વેલ્લોરમાં ચૂંટણી રેલી કરી રહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારા મનમાં વેલ્લોરના પ્રત્યે વિશેષ શ્રદ્ધા છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. ત્યારે શ્રી લક્ષ્મી નારાયણી ગોલ્ડન ટેમ્પલ આવ્યો હતો. તમિલનાડુના લોકો શક્તિની ઉપાસના કરનાર લોકોની ધરતી ગણવામાં આવે છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે ઇંડી એલાયન્સના લોકો આ શક્તિનું અપમાન કરે છે. ડીએમકેની માનસિકતા પણ સનાતનના વિનાશ કરવાની છે. 

પીએમ મોદીએ વેલ્લોરમાં જે સુવર્ણ મંદિરનો ઉલ્લેખ કર્યો છે તેનું નામ શ્રી લક્ષ્મી નારાયણી સુવર્ણ મંદિર છે. આ મંદિરમાં 1500 કિલોથી વધુ શુદ્ધ સોનું છે. આ મંદિર પણ ખૂબ પ્રખ્યાત છે અને તેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

વેલ્લોરના આ સુવર્ણ મંદિરનું નિર્માણ 2007માં થયું હતું. આ મંદિર 100 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સાથે જ આ મંદિર પરિસરમાં દેશની તમામ મુખ્ય નદીઓમાંથી પાણી લાવીને 'સર્વ તીર્થમ સરોવર' નામનો એક કુંડ બનાવવામાં આવ્યો છે.

રાત્રે આ મંદિરની સુંદરતા જોવા જેવી છે. આ મંદિર હજારો રોશનીથી ઝગમગી ઉઠે છે. જાણે મંદિરમાં કોઈએ હજારો દીવા પ્રગટાવ્યા હોય.

આ મંદિર પરિસરને શ્રીપુરમ પણ કહેવામાં આવે છે. આ સુવર્ણ મંદિરની મુલાકાત લેવાનો સમય માત્ર સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધીનો છે. આ મંદિરમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવાની સખત મનાઈ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link