ડાકોરના ઠાકોરને ધરાવાયો 151 મણનો અન્નકૂટ, પ્રસાદી લૂંટવા 80 ગામના લોકો પહોચ્યા
આજે દિવાળીના પડતર દિવસે અન્નકૂટની પ્રસાદી ડાકોરના બ્રાહ્મણો દ્વારા ભગવાન સમક્ષ પીરસવામાં આવી હતી.
પરંપરા મુજબ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આજુબાજુના ૮૦ જેટલા ગામના લોકોને અન્નકૂટની પ્રસાદી લૂંટવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ડાકોર મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. અલગ અલગ ગામના લોકો આમંત્રણને માન આપી ડાકોર મંદિર પહોંચ્યા હતા.
અન્નકૂટ લૂટ્યા બાદ અન્નકૂટની પ્રસાદી લૂંટવા આવેલા માણસો દ્વારા પોતાના સગાવ્હાલાને ત્યાં મોકલવામાં આવે છે.