દિવાળી પહેલા ગોંડલમાં દિવાળીથી વિશેષ માહોલ! ઉજવવામાં આવી રહ્યો છે આ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ

Wed, 01 Nov 2023-7:35 pm,

ગોંડલમાં આજે બપોરે 4.00 વાગ્યે ધામેધૂમે રામજી મંદિરેથી મહારાજના મંદિર માટેની મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી. જેમનું પ્રસ્થાન ગોંડલના નેક નામદાર મહારાજ હિમાંશુસિંહજીના વરદ હસ્તે કરાયું હતું. સમગ્ર ગોંડલ શહેરના મુખ્ય રાજમાર્ગો પર નગર યાત્રા ફરી હતી અને ઠેર ઠેર દરેક સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત અને ભવ્ય આતશબાજી થી કરવામાં આવેલ હતું, સાથે સમસ્ત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા.

આજથી શરૂ થતી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં 108 કુંડી મહાયજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય યજમાન તરીકે રાજેશકુમાર છબીલદાસ ઉનડકટ પરિવાર સાથે અન્ય 108 યજમાન બિરાજશે. પૂજ્ય મહારા ની અનન્ય કૃપા અને શ્રદ્ધા ધરાવતા ભક્તોને વધુ લ્હાવો મળે તે હેતુથી મંદિરના મહંત જયરામદાસજી મહારાજની આજ્ઞાથી એક કુંડીમાં 1થી વધુ યજમાન બેસાડી વધુને વધુ લોકોને લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને 151 જેટલા યજમાનો આ 108 કુંડી મહાયજ્ઞ માં જોડાઈ ધન્યતા અનુભવશે .

પૂ.હરિચરણદાસજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સમગ્ર ગોંડલ શહેરમાં ઠેર ઠેર ધજા -પતાકા અને સુંદર રોશનીથી શણગાર કરવામાં આવ્યું છે. આજે ભવ્ય શોભાયાત્રા દરમ્યાન ભવ્ય આતશબાજીથી ગગન પણ રંગબેરંગી કલર થી દીપી ઉઠ્યું હતું. અને ફટાકડાના અવાજથી ગોંડલ શહેર ગુંજી ઉઠ્યું હતું, આ શોભાયાત્રા માં હાથી ઘોડા ઊંટ સહીત ભગવાન માટે રથ અને મોટી સંખ્યામાં મહિલાઓ કળશ રાસે રમી હતી. 

આ શોભાયાત્રા માં સંદીપની આશ્રમ પોરબંદર ના બ્રાહ્મણો - રામજીમંદિર ટ્રસ્ટ પરિવાર - ગુરુભાઈઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો-ધૂન-ભજન-આશીર્વચન અને મહા પ્રસાદનું સુંદર આયોજન મહંત જયરામદસજી બાપુના અધ્યક્ષતામાં રામજી મંદિર ટ્રસ્ટ પરિવાર અને ગુરુભાઈઓ દ્વારા તૈયારી કરવામાં આવી છે.

તા. 02/08/2023 ને શ્રી રામ યજ્ઞ જે 3 દિવસ સવારે 9.00 થી 1.00 અને બપોરે 3.30 થી સાંજ ના 6.00 વગ્યા સુધી મંદિરના મહંત જયરામદસજી બાપુના પ્રમુખ સ્થાને યોજાશે

અખંડ માનવસેવા ની જ્યોત જલાવી "રોટી  સબસે મોટી બાકી બાતે ખોટી" ના સૂત્ર ને જીવન મંત્ર બનાવનાર સદગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજના પટ શિસ્ય અને મહામન્ડલેશ્વર ગુરુદેવ હરિચરણદાસજી મહારાજના સાકેતવાસ બાદ સેવાની અખન્ડ જ્યોત અવિરત ચાલુ જ છે. મહારાજ દ્વારા થતા તમામ સેવા કર્યો મેડિકલ સહાય-વિદ્યા-રાહત રસોડા-ગૌશાળા-હોસ્પિટલ સહીતના કાર્યો મહારાજની કૃપાથી ચાલુ જ રહેશે. આ ઉપરાંત પૂજ્ય મહારાજની સ્મૃતિમાં દરમાસે બ્રાહ્મણ પરિવારને રાશન કીટ વિતરણ કરવામાં આવે છે. તેમજ દરરોજ સંત ભોજન તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિની અખંડ જ્યોત પ્રકાશિત રહે છે.

પૂજ્ય મહારાજના આશીર્વાદથી મંદિરના મહંત જયરામદસજી બાપુના અધ્યક્ષતામાં સાધુ ભોજન - ભંડારા તેમજ નિત્ય પૂજા - અર્ચન કરવામાં આવે છે. તા. 02/11/2023 ને ગુરુવારે સવારે 9.00 વાગ્યે ગરીબો ને આશીર્વાદ સમી ગોંડલ ની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે તેમજ તા.02/11/2023 ને ગુરુવાર  પૂ.હરિચરણદાસજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે રામ હોસ્પિટલ ખાતે એક દિવસ ઓપરેશન સિવાય તમામ સુવિધાઓ વિનામૂલ્યે થશે. 

તારીખ 01-11-2023 થી તા. 04-11-2023 ને શનિવાર સુધી ચાલનાર આ ધાર્મિક કાર્યક્રમ માં દેશ વિદેશ થી મોટી સંખ્યા માં હરિભક્તો જોડાશે. ગોંડલ શહેર ના તમામ ધર્મ પ્રેમી જનતા ને  આ કાર્યક્રમ નો લાભ લેવા મંદિરના મહંત જયરામદસજી બાપુની યાદીમાં જણાવાયું છે. સમગ્ર કાર્યક્રમને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવા શ્રી રામજી મંદિર ટ્રસ્ટ પરિવારના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link