આજે 376 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે અદભૂત ખગોળીય ઘટના, ચૂકી ગયા તો ખુબ પસ્તાશો, જાણો સમય
એક્સપર્ટના જણાવ્યાં મુજબ 1623 બાદ આવો અદભૂત નજારો આજે જોવા મળશે. એ પણ માત્ર સંયોગ જ છે કે વર્ષ 2020નો સૌથી નાનો દિવસ એટલે કે 21 ડિસેમ્બરનો આ અદભૂત નજારો આપણને જોવા મળી રહ્યો છે.
ભારતમાં આ દુર્લભ સંયોગ સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી જોવા મળશે. આ દરમિયાન શનિની સરખામણીમાં ગુરુ ગ્રહ વધુ ચમકતો જોવા મળશે. વૈજ્ઞાનિકોએ તેને Great Conjunction નામ આપ્યું છે.
નાસાના જણાવ્યા મુજબ બંને ગ્રહ એક ડિગ્રીના દસમા ભાગ બરાબર દેખાશે. આ પ્રકારની ઘટના આગામી 60 વર્ષમાં ફરીથી નહીં જોવા મળે, એટલે કે 2080 સુધી આવી કોઈ ઘટના જોવા મળશે નહીં.
આ દુર્લભ ખગોળીય ઘટના સમયે ગુરુ અને શનિ વચ્ચેનું આભાસી અંતર માત્ર 0.06 ડિગ્રી રહી જશે. જો કે આ બંને ગ્રહો વચ્ચેનું ભૌતિક અંતર લગભગ 73.5 કરોડ કિમી ઓછું થઈ જશે.
આ પ્રકારની અદભૂત ખગોળીય ઘટના જોવા મળી રહી છે તેને અનેક લોકો ક્રિસમસ સાથે પણ જોડી રહ્યા છે. તેઓ તેને ક્રિસમસ સ્ટાર(Christmas star) પણ જણાવી રહ્યા છે. આ ઘટનાને દૂરબીન અને અન્ય યંત્રો દ્વારા જોઈ શકાશે.