Agriculture: આ રીતે ઘર આંગણે વાવો મરચા, ધારો તો ઘરેબેઠાં કરી શકો છો તગડી કમાણી
જો તમે પણ પોતાના ઘરે ઓર્ગેનિક મરચા ઉગાડીને ઘરના મરચાની મજા માણવા માંગતા હોવ, અથવા ઘરે મરચા ઉગાવીને કમાણી કરવા માંગતા હોવ તો આ માહિતી તમને ખુબ કામ લાગી શકે છે.
શું તમે પણ તમારા ઘર આંગણે વાવવા માંગો છો તમતમતા તીખા મરચાનો છોડ? વધારે મુશ્કેલ નથી અને આ માટે કોઈ રોકેટ સાયન્સની પણ જરૂર નથી. આ કામ એટલું આસાન છેકે, તમને થશે કે પહેલાં ખબર હોત તો વર્ષોથી ઘરના જ મરચા ખાતા હોત. તમને જાણીને નવાઈ લાગશે પણ મોટા મોટા લોકો આજે પણ મોટા ઘરમાં વાવેલા જ મરચા ખાય છે.
આપણું ભોજન એટલેકે કે જમવાની ડિશ લીલા મરચા વગર અધૂરું છે. દાળ-શાક, વગાર દરેકમાં હોય છે મરચા. ચટણી હોય કે કચુમ્બર બોસ મરચા તો જોઈએ જ. તો આ મરચા હવે તમે તમારા ઘરે પણ ઉગાડી શકો છો.
જમવામાં સ્વાદની સાથો-સાથ લીલા મરચામાં પોષક તત્વો પણ વિપુલ માત્રામાં હોય છે. આરોગ્ય માટે પણ લીલા મરચા અકસીર દવા ગણાય છે. અહીં અમે તમને જણાવીશું ઘરમાં મરચા ઉગાડવાની રીત. જેની મદદથી તમે તમારા ઘરે વાસણમાં લીલા મરચાં ઉગાડી શકો છો.
ઘરમાં રાખેલા કુંડામાં લીલા મરચાં ઉગાડવા માટે ભેજ વગરની માટીમાં ગાયના છાણનું ખાતર મિક્સ કરો.જે પછી કુંડામાં 2 થી 3 ઇંચની ઊંડાઈએ લીલા મરચાના બીજ નાખો.
કુંડામાં મરચાના બીજ વાવતા સમયે હંમેશા ધ્યાનમાં રાખો કે બીજ સારી ગુણવત્તાના હોવા જોઈએ. એટલું જ નહીં ઘરે જો તમે મોટી માત્રામાં મોટી જ્યામાં મરચા વાવો તો એનો વેપાર કરીને કમાણી પણ કરી શકો છો.
કુંડામાં છોડ વાવ્યા પછી લીલાં મરચાંના છોડને દિવસમાં માત્ર એક જ વાર પાણી આપો, કારણ કે વધુ પડતું પાણી ઉમેરવાથી છોડ મરી જાય છે. લીલા મરચાના છોડને સૂર્યપ્રકાશ મળવો ખૂબ જ જરૂરી છે. આ સિવાય છોડમાં 15 દિવસના અંતરે ગાયના છાણનું ખાતર નાખો.
લીલા મરચાંના છોડને જંતુઓથી ખૂબ જ ઝડપથી રોગ લાગે છે. તેથી સમયાંતરે જંતુનાશકોનો છંટકાવ કરતા રહેવુ જોઇએ. લગભગ 2 મહિના પછી છોડમાં લીલા મરચાં ઉગવા લાગે છે. તે પછી તમે લીલા મરચાનો ઉપયોગ કરી શકો છો.