Government Job : ધોરણ-10 પાસે ગુજરાતમાં સરકારી નોકરી નીકળી, આ તારીખથી શરૂ થશે ભરતી

Wed, 27 Mar 2024-9:35 am,

જો તમે બહુ ભણેલા નથી, તમે ધોરણ-10 કે ધોરણ 12 સુધી જ ભણ્યા છો, અથવા તો તમારા હાથમાં કોઈ ડિગ્રી નથી, તો નિરાશ થવાની જરૂર નથી. કારણે કે, આવા લોકો માટે ગુજરાત સરકારમાં સરકારી નોકરીઓ નીકળી છે. ગુજરાતમાં ફરી એકવાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આ ભરતી ધોરણ 10 પાસ ઉમેદવારો માટે છે. કુલ 154 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી પ્રિન્ટીંગ પ્રેસોની કચેરીઓમાં તાંત્રિક સંવર્ગની ભરતી કરવામા આવનાર છે. આ જગ્યાઓએ સીધી ભરતી કરવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાત પ્રસિદ્ધ કરવામા આવેલ છે, જેમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિન્ટીંગ પ્રેસોની કચેરીઓમા તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયાની પસંદગી-પ્રતિક્ષા તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે.

ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદની પ્રિન્ટીંગ પ્રેસો માટે ભરતી કરવામા આવનાર છે. આ તમામ શહેરોમા હાલ વેકેન્સી છે. જેના માટે ધોરણ-10 પાસ ઉમેદવાર અરજી કરી શકશે. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીના નોટિફિકેસ પ્રમાણે સંસ્થા દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર,પ્રોસેસ આસીસ્ટન્ટ અને ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર પોસ્ટ માટે જગ્યાઓ બહાર પાડી છે. 

આ માટે તારીખ 16 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન કરવાની રહેશે. ભરતી સંબંધની તમામ માહિતી GSSSB વેબસાઈટ પર મૂકવામાં આવી છે.   

ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જોકે, 18 વર્ષથી લઈને 38 વર્ષની વચ્ચે ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે. સંલગ્ન પોસ્ટ માટેની ચોક્કસ વયમર્યા જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવું. પસંદગી પામેલા ઉમેદવારો માટે પહેલા પાંચ વર્ષ સુધી માસિક 26,000 ફિક્સ વેતન મળશે ત્યારબાગ ગુજરાત સરકારના ધારા ધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.

ખાલી જગ્યા  - 154, અરજી પ્રકાર - ઓનલાઇન, અરજી કરવાની શરુઆતની તારીખ - 16 એપ્રિલ 2024, અરજી કરવાની છેલ્લી તારીખ - 30 એપ્રિલ 2024, ક્યાં અરજી કરવી - https://gsssb.gujarat.gov.in

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link